Last Updated on by Sampurna Samachar
ગોલ્ડ મેડલ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીત્યો
ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં રજત પદક જીત્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ધમાકેદાર પ્રદર્શન કરતા વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે વેઈટલિફ્ટર ચેમ્પિયનશિપમાં ૪૮ કિલોગ્રામ વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો અને ત્રણ વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં રજત પદક જીતી લીધું છે. જણાવી દઈએ આ ચેમ્પિયનશિપમાં કુલ ત્રણ મેડલ હોય છે.

મીરાબાઈ ચાનુએ પેરિસ ઓલંપિક ૨૦૨૪માં કોઇ મેડલ જીતી શકી નહોતી અને તે ચોથા સ્થાને રહી હતી. ત્યાર બાદ તેની પર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સારુ પ્રદર્શન કરવાનું દબાણ હતું. ત્યારબાદ તેણે સારુ પ્રદર્શન કરી બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું. મીરાબાઈએ સ્નેચ શ્રેણીમાં કુલ ૮૪ કિલોગ્રામ વજન ઉપાડયું હતું. ત્યારબાદ તેણે ક્લિન એન્ડ જર્ક કેટેગરીમાં ૧૧૫ કિલોગ્રામનું વજન ઉપાડ્યું હતું.
૧૯૯ કિલોગ્રામનું વજન ઉપાડી સિલ્વર મેડલ જીતી લીધો હતો
મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સ્નેચ શ્રેણીમાં પહેલા જ પ્રયાસમાં ૮૪ કિલોગ્રામનું વજન ઉપાડી દમદાર શરૂઆત કરી હતી. કોરિયાની સોંગ-ગમે ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જેણે કુલ ૨૧૩ કિલોગ્રામ (૯૧ કિગ્રા + ૧૨૨ કિગ્રા)નું વજન ઉઠાવ્યું. તે સિવાય તેણે ક્લીન એન્ડ જર્કમાં ૧૨૨ કિગ્રાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. થાઈલેન્ડની થાન્યાથોન સુકચારોએને ૧૯૮ કિલોગ્રામ (૮૮ કિગ્રા + ૧૧૦ કિગ્રા)નું વજન ઉપાડી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતુ.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો આ ત્રીજો મેડલ છે. તેણે અગાઉ ૨૦૧૭ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીત્યો હતો.