Last Updated on by Sampurna Samachar
લગ્નની આગલી રાતે દુલ્હને ભર્યું આ
થોડા મહિના પહેલા જ પરિવારના લોકોને થઇ હતી ખબર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના નાલંદા જિલ્લામાંથી એક ગામમાંથી અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. વરરાજા જાન લઈને આવી રહ્યો હતો, પણ લગ્નની ઠીક પહેલા માસી પોતાના ભાણેજ સાથે ફરાર થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે.

મળતી માહિતી અનુસાર બિંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની સગીર યુવતીના લગ્ન ૧૧ મેના રોજ નક્કી કર્યા હતા અને વરરાજો જાન લઈને આવી રહ્યો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મહેમાનોથી ઘર ભરાયેલું હતું અને ગીતો અને શરણાઈઓ વાગી રહી હતી. જે યુવતી સાથે લગ્ન થઈ રહ્યા હતા, તેના માતા-પિતા બીજા રાજ્યમાં રહેતા હતા અને દીકરીના લગ્ન કરવા માટે ગામડે આવ્યા હતા. પણ તેમને શું ખબર હતી કે કંઈ એવું થશે.
પિતરાઇ ભાણેજ સાથે ભાગી માસી
વાત કરીએ તો લગ્નની ઠીક પહેલી રાતે યુવતી ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગઈ. જ્યારે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે, તે પોતાના પિતરાઈ ભાણેજ સાથે ફરાર થઈ ગઈ છે. યુવતી તેની માસી થતી હતી અને યુવક તેના ઘરે કાયમ આવતો હતો. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો અને બંને લગ્ન કરવા માંગતા હતા. થોડા મહિના પહેલા જ પરિવારના લોકોને તેમની લવ સ્ટોરી વિશે જાણવા મળ્યું હતું. તેથી યુવતીના ફટાફટ લગ્ન નક્કી કરી નાખ્યા. બંનેએ એક સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી અને બાદમાં લગ્ન માટે ઘર છોડીને ભાગી ગયા.
આ ઘટના બાદ લગ્નના એ ઘરમાં હડકંપ મચી ગયો અને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યા. તો વળી બિંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ચંદન કુમાર સિંહે જણાવ્યું કે, અત્યાર સુધી આ કેસમાં કોઈ લેખિતમાં ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો પોલીસ આગળની કાર્યવાહી કરશે.