Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકાર દર ૩ મહિને બહાર પાડે છે આ યાદી
ઘણા લોકોને સુરક્ષા આપવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે ભાજપના ૩૨ નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે. લિસ્ટ સામે આવ્યા બાદ નેતાઓનું કહેવું છે કે આ રૂટીન પ્રક્રિયા છે. કેન્દ્ર સરકાર સુરક્ષા વિશે ર્નિણય લે છે. કેન્દ્ર સરકાર તરફથી આવી યાદી દર ૩ મહિને જાહેર કરવામાં આવે છે.
મળતા અહેવાલ પ્રમાણે જે નેતાઓની સુરક્ષા પરત લેવામાં આવી છે તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જોન બારલા, પૂર્વ સાંસદ દશરથ તિર્કી, ભાજપ નેતા શંકુદેવ પાંડા અને પૂર્વ IPS અધિકારી દેબાશીષ ધરનું નામ સામેલ છે. આ લિસ્ટમાં તે નેતાઓના નામ પણ સામેલ છે, જે પાછલા વર્ષે લોકસભા ચૂંટણી હારી ગયા હતા. આ સાથે અભિજીત દાસ, ડાયમંડ હાર્બરથી પૂર્વ ધારાસભ્ય દીપક હલ્દર, લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા પ્રિયા સાહા અને ધનંજય ઘોષનું નામ પણ સામેલ છે.
મને આ સંબંધમાં કોઈ માહિતી નથી : ભાજપ નેતા
રિપોર્ટ્સ પ્રમાણે અભિજીત દાસે કહ્યુ , હું હરિદ્વાર છું, મને આ સંબંધમાં કોઈ માહિતી નથી. મને હજુ સુધી સંદેશ મળ્યો નથી. આ એક રૂટીન પ્રક્રિયા છે, દર ત્રણ મહિનામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ સંબંધમાં એક યાદી જાહેર કરે છે. તેમની પાસે એક પ્રોટોકોલ છે. પછી તે સુરક્ષા પ્રદાન કરે છે.
છેલ્લા છ વર્ષમાં મેં ઘણી વખત આ જોયું છે. થોડા દિવસ પહેલા ૨૦ વ્યક્તિઓની એક યાદી પ્રકાશિત કરવામાં આવી હતી, ફરી ઘણા લોકોને સુરક્ષા આપવામાં આવી હતી. ભાજપ સાંસદ સમિક ભટ્ટાચાર્યએ વાતચીતમાં કહ્યું- આ નિયમિત છે. કેન્દ્ર નક્કી કરે છે કે કોને અને ક્યારે સુરક્ષાની જરૂર છે અને તે રીતે સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તે સમયે ગૃહ મંત્રાલયને લાગ્યું હશે કે આ નેતાઓને સુરક્ષાની જરૂર છે. આ વિશે રાજનીતિ કરવા જેવું કંઈ નથી.