Last Updated on by Sampurna Samachar
EPFO હેઠળ કર્મચારી પેન્શન યોજના હેઠળ મોટા ફેરફાર
૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ એક બેઠક થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની સર્વોચ્ચ ર્નિણય લેતી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેંગલુરુમાં તા. ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ એક બેઠક થવાની છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં લઘુત્તમ પેન્શન રકમ ૧,૦૦૦ થી વધારીને ૨,૫૦૦ પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. EPFO હેઠળ કર્મચારી પેન્શન યોજના હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં ૧,૦૦૦ પ્રતિ માસ છે. આ રકમ ૨૦૧૪ માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આ રકમ યથાવત છે.
વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, કે હાલમાં મોંઘવારીને ધ્યાનમાં લેતા ૧,૦૦૦ ની રકમ ખૂબ ઓછી છે. ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરોના સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શન રકમ વધારીને ૭,૫૦૦ કરવાની માંગ કરી રહ્યા છે. જાે કે, અહેવાલો સૂચવે છે કે CBT પેન્શનમાં ૭.૫ ગણો વધારો કરશે નહીં, પરંતુ તેને વધારીને રુપિયા ૨,૫૦૦ કરવાનું વિચારી શકે છે.
પ્રોજેક્ટ હવે આવતા વર્ષે શરૂ થવાની અપેક્ષા
પેન્શન યોગ્ય વેતન એ છેલ્લા ૬૦ મહિનાની સેવાનો સરેરાશ મૂળ પગાર + મોંઘવારી ભથ્થું છે, જેની મહત્તમ મર્યાદા ૧૫,૦૦૦ છે. પેન્શનપાત્ર સેવા કુલ સેવા વર્ષોની સંખ્યા દર્શાવે છે, જો તે ૬ મહિના કે તેથી વધુ હોય તો પૂર્ણ કરવામાં આવે છે અને પેન્શન માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષની સેવા જરૂરી છે. મહત્તમ પેન્શનપાત્ર પગાર મર્યાદા દર મહિને ૧૫,૦૦૦ છે.
એટલે સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ સભ્ય ૩૫ વર્ષથી સેવા આપી હોય, તો તેઓ દર મહિને આશરે ૭,૫૦૦ પેન્શન મળી શકે છે. EPFO હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા ૧૦ વર્ષ સતત સેવા આપવી જરૂરી છે. સભ્ય ૫૮ વર્ષની ઉંમરે નિયમિત પેન્શન મેળવવા માટે હકદાર છે. જો કોઈ સભ્ય આ તારીખ પહેલાં નોકરી છોડી દે છે, તો તેમને ઉપાડ લાભ અથવા ઓછું પેન્શન મળે છે.
આ બેઠકનો બીજો એક મુખ્ય એજન્ડા EPFO ૩.૦ પ્રોજેક્ટ છે. EPFO ૩.૦ હેઠળ સંસ્થા સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવાની યોજના બનાવી રહી છે. જેમાં ATM માંથી સીધા PF ઉપાડ, UPI દ્વારા તાત્કાલિક PF ઉપાડ, રીઅલ-ટાઇમ ક્લેમ સેટલમેન્ટ અને કરેક્શન સુવિધાઓ, સરળ ઓનલાઈન ડેથ ક્લેમ સેટલમેન્ટ અને ઓટોમેટિક ડેટા ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓનો સમાવેશ હોઈ શકે છે.
ઇન્ફોસિસ, વિપ્રો અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવી મુખ્ય ભારતીય IT કંપનીઓને આ વિશાળ તકનીકી પ્રગતિનું સંચાલન અને અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે. તકનીકી પરીક્ષણ અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન પડકારોને કારણે વિલંબ હોવા છતાં, પ્રોજેક્ટ હવે આવતા વર્ષે શરૂ થવાની અપેક્ષા છે.