ધુમ્મસના કારણે રેલવે વિભાગે અનેક ટ્રેનો કરી રદ કરી તેમજ ટ્રેનના રૂટ બદલાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવા વર્ષની ઉજવણીના માહોલમાં ટ્રેન મારફત મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે. કારણકે, રેલવે વિભાગ દ્વારા ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમજ રૂટ બદલવામાં આવ્યા છે.
શિયાળાની હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ચૂકી છે. ત્યારે અનેક સ્થળોએ માવઠાના કારણે પારો ગગડ્યો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાઈ છે. તેથી ધુમ્મસના કારણે દુર્ઘટના ન ઘટે તે ઉદ્દેશ સાથે રેલવે પ્રશાસને ઘણી ટ્રેનોના રૂટ બદલ્યા છે, તેમજ ઘણી ટ્રેનો રદ પણ કરી છે.
આ ટ્રેનો થશે રદ
ટ્રેન નંબર ૧૪૬૧૭-૧૮ બનમંખી-અમૃતસર જનસેવા એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર,૨૦૨૪થી ૨ માર્ચ, ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૪૬૦૬-૦૫ યોગનગરી ઋષિકેશ-જમ્મુતાવી એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪થી ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૪૬૧૬-૧૫ અમૃતસર-લાલકુઆન એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી ૨૨ માર્ચ ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૪૫૨૪-૨૩ અંબાલા-બરૌની હરિહર એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૮૧૦૩-૦૪ જલિયાવાલા બાગ એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૨૨૧૦-૦૯ કાઠગોદામ-કાનપુર સાપ્તાહિક એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર ૧૪૦૦૩-૦૪ માલદા ટાઉન-દિલ્હી એક્સપ્રેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ થી ૧ માર્ચ ૨૦૨૫ સુધી રદ રહેશે.