Last Updated on by Sampurna Samachar
એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સીટી મોટા રણમાં આવી
સુરખાબની હાજરીમાં સતત વધારો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ વચ્ચે સુરખાબ પક્ષીનો જમાવડો જોવા મળે છે, રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળે છે, આ સ્થળ પર અનેક વર્ષોથી ફ્લેમિંગો ઈંડાં મુકી બચ્ચા ઉછેર કરે છે, અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે.

તેમની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે, કચ્છનો આ વિસ્તાર મધ્ય એશિયન ફ્લાય વે નો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગ અને સ્થળ છે, શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે, એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સીટી મોટા રણમાં આવેલી છે. જે રાજ્યનું સૌથી મોટું અભ્યારણ્ય છે, અને ૭૫૦૬.૨૨ ચો.કીમીમાં વિસ્તરેલું છે.
ગત વર્ષે ૩ થી ૪ લાખ સુધી પહોંચ્યો
આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે ૩ થી ૪ લાખ સુધી પહોંચ્યો હતો. જે આ વર્ષે પણ નોંધાય તેવી પુરી સાંભવના છે.