Last Updated on by Sampurna Samachar
મહેસાણામાં વિઝાના નામે ૬.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી
વ્યક્તિને અમેરિકા મોકલવાના બહાને લાખો પડાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણામાં અમેરિકા-કેનેડાના વિઝા ના નામે ૬.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વિઝા અપાવવાના બહાને ત્રણ લોકોએ રૂપિયા પડાવ્યા છે. ભરત પટેલ નામનો સુપરવાઇઝર વિઝાના નામે છેતરાયો છે. કાપડના કબૂતરબાજ એજન્ટની સાથે અન્ય બે લોકોએ તેમને ચુનો લગાવ્યો છે. ૨૦૨૪માં વિઝા અપાવવાનું કહીને તેઓએ ભરત પટેલ પાસેથી રૂપિયા પડાવ્યા હતા.

રૂપિયા લીધાના બે વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ વિઝા ન મળતા ભરત પટેલે રૂપિયા પરત માંગ્યા હતા. ભરત પટેલે રૂપિયા પરત માંગતા તેમને ધમકી આપવામાં આવી હતી. આના પગલે સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બતાવે છે કે ગુજરાતમાં કબૂતરબાજોનો તોટો નથી. એક ઢૂંઢો હજાર મળી જાય છે.
નસીબ એટલું સારું છે કે ફક્ત ૬.૮૦ લાખ રૂપિયામાં જ પતી ગયુ
ગુજરાતીઓમાં વિદેશ જવાની ઘેલછા એટલી તીવ્ર છે કે તેઓ તેના માટે તૈયાર પણ હોય છે. આ બનાવ તેનો જીવતો જાગતો પુરાવો છે. આ તો ભરત પટેલનું નસીબ એટલું સારું છે કે ફક્ત ૬.૮૦ લાખ રૂપિયામાં જ પતી ગયુ. જો તેમણે હજી પણ વધુ રાહ જોઈ હોત અને લાલચમાં લપેટાયા હોત તો આ આંકડો ઘણો મોટો હોત.