Last Updated on by Sampurna Samachar
કંપનીએ પાકિસ્તાનમાં ૨૫ વર્ષો સુધી કર્યો વેપાર
માઈક્રોસોફ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટ દ્વારા પાકિસ્તાનમાંથી પોતાનો કારોબાર સમેટી લેવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માઈક્રોસોફ્ટે ૭ માર્ચ ૨,૦૦૦ ના રોજ પાકિસ્તામાં પોતાનો કારોબાર શરૂ કર્યો હતો અને ૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ તેના સંચાલનને પૂરી રીતે બંધ કરી દીધો છે. એટલે કે, ૨૫ વર્ષોમાં જ કંપનીને પાકિસ્તાનથી મોહભંગ થઈ ગયો છે. જોકે, આ મહત્વપૂર્ણ ર્નિણય પર માઈક્રોસોફ્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.
માઇક્રોસોફ્ટ કંપનીના પૂર્વ કર્મચારી જાવ્વાદ રહેમાને આ અંગે જાણકારી આપી છે કે, માઈક્રોસોફ્ટે પાકિસ્તાનથી પોતાનો બિઝનેસ સમેટી લીધો છે. રહેમાન ૨૦૦૦ થી ૨૦૦૭ સુધી કંપની સાથે જોડાયેલા રહ્યા હતા અને પાકિસ્તાનમાં માઈક્રોસોફ્ટને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ભારત સાથે વેપાર સંબંધો પર પણ અસર પડી
એક્સપર્ટ્સનું કહેવું છે કે, માઈક્રોસોફ્ટે રાજનૈતિક અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતાને જોતા પાકિસ્તાન છોડવું જ યોગ્ય સમજ્યું. વારંવાર સરકાર બદલવી, સતત બગડતી કાનૂની-વ્યવસ્થા, અસ્થિર મુદ્રા, ઊંચા ટેક્સ રેટ અને જટિલ વેપાર નીતિઓએ બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે પાકિસ્તામાં કામ કરવું મુશ્કેલ બનાવી દીધું છે. માઈક્રોસોફ્ટ પણ આ પડકારોથી બચી નથી શક્યું. કંપની માટે તેના ટેકનોલોજી સાધનો અને નફાને પાકિસ્તાન પહોંચાડવાનું મુશ્કેલ બની ગયું હતુ.
આર્થિક મોરચા પર પણ પાકિસ્તાન ઘેરાયેલું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ માં પાકિસ્તાનની નિકાસ લગભગ ૩૮.૯ અબજ ડોલર રહી, જ્યારે આયાત ૬૩.૩ અબજ ડોલર સુધી પહોંચી ગઈ, જેનાથી ૨૪.૪ અબજ ડોલરની વેપાર ખોટ સામે આવી છે. આ ઉપરાંત, જૂન ૨૦૨૫ સુધી પાકિસ્તાનની કેન્દ્રીય બેંકનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને ૧૧.૫ અબજ ડોલર પર આવી ગયું, જેનાથી કંપનીઓ માટે આવશ્યક હાર્ડવેરનું આયાત કરવું મુશ્કેલ થઈ ગયું છે.
ભારત સાથે વેપાર સંબંધો પર પણ અસર પડી છે. ૨૦૧૮માં ભારત-પાકિસ્તાન દ્વિ-પક્ષિય વેપાર ૩ અબજ ડોલરનો હતો, જે ૨૦૨૪ સુધી ઘટીને માત્ર ૧.૨ અબજ ડોલર રહી ગયો છે. જરૂરી વસ્તુઓ જેવી કે દવાઓ અને રસાયણ હવે ત્રીજા દેશોના રસ્તે લઈ જવામાં આવી રહ્યા છે, જેનાથી ખર્ચ અને વિલંબ બંને વધી રહ્યું છે.
એક્સપર્ટ્સ કહે છે કે, જો પાકિસ્તાનની રાજકીય અને આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, તો માઈક્રોસોફ્ટ પાકિસ્તાન છોડ્યા પછી, વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાકિસ્તાનને અલવિદા કહી શકે છે. આ તે સમય છે જ્યારે પાકિસ્તાને આત્મનિરીક્ષણ કરવું પડશે અને એવી નીતિઓ બનાવવી પડશે જે દેશને વૈશ્વિક રોકાણ અને નવીનતા માટે એક સુરક્ષિત અને આકર્ષક સ્થળ બનાવશે.