Last Updated on by Sampurna Samachar
કોન્ટ્રાક્ટ કર્મીઓને પગાર ન મળતા મુશ્કેલી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
MGVCL દ્વારા શરૂ કરવામાં આવેલા કોલ સેન્ટરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છેલ્લા બે મહિનાથી પગાર નહીં મળતા પરિવારજનોને બે ટંકના ભોજનથી વંચિત રહેવું પડે છે.
ઉલ્લેખનીય છે કે MGVCL દ્વારા કંપનીમાં કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ કોલ સેન્ટરમાં કંપની દ્વારા કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કેટલાક કર્મીઓએ જણાવ્યું છે. આ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત રહ્યા છે. જોકે કર્મચારીઓને કોઈ જાતની વેતન પાવતી આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્મીઓએ કર્યા છે. જ્યારે કંપની સાથે થયેલા કોન્ટ્રાક્ટ બાબતે માંગણી કરતા કોઈ કોન્ટ્રાક્ટ બતાવવામાં આવતો નહિ હોવાના પણ તેમણે આક્ષેપો કર્યા હતા. છેલ્લા બે મહિનાથી પગાર નહીં થવાથી આ તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓના પરિવારને બે ટંકનું ખાવા માટે ફાંફા પડી રહ્યા છે.