Last Updated on by Sampurna Samachar
૧૭ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિવાળીની ખુશીઓ પર કમોસમી માવઠાનું વિઘ્ન સર્જાઈ શકે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, સુરત, વલસાડ અને નવસારીમાં માવઠાની આગાહી છે. બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે માહિતી આપી હતી.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.