લોકોને વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. શેરબજારનું ડબ્બા ડ્રેડિંગ વિસનગરના તરભ ગામ નજીક નંદનવન ફાર્મમાંથી ઝડપાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ માર્કેટ પ્લસની એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ લોકોને વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને રોકાણ કરાવતા હતા.
પોલીસે આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે કુલ ૮ મોબાઈલ કબજે કર્યા છે. તેમના મોબાઈલની તપાસમાં વધુ વિગતો બહાર આવે તેની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.