યુવાનના એક મહિના બાદ છે લગ્ન
તબીબી સેવાને કલંકિત કરતી ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખ્યાતિના ઓપરેશન કાંડ બાદ વધુ એક ચોંકાવનારો ઓપરેશન કાંડ સામે આવ્યો છે. મહેસાણાના યુવાનની જાણ બહાર નસબંધીનું ઓપરેશન કરી દેવાયાનો આક્ષેપ કરાયો છે. નવી સેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવાનની જાણ બહાર ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધીનું ઓપરેશન કરાયું કિસ્સો સામે આવ્યો છે.
ખ્યાતિ કાંડની તપાસ હજુ ચાલી રહી છે તે વાત હજુ સમી નથી ત્યાં તો વધુ એક તબીબી સેવાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકએ આક્ષેપ કર્યો છે કે, તેની જાણ બહાર તેને દારૂ પીવડાવીને ૨૯ નવેમ્બરે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું છે.
ઓપરેશન માટે અડાલજ સામૂહિક કેન્દ્રના ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરાયોની વાત પણ સામે આવી છે. અડાલજ સામુહિક કેન્દ્રના ઈન્ચાર્જ અધિક્ષક ડૉ નિરાલી ગૌધાણીએ જણાવ્યું કે, પખવાડીયા અંતર્ગત દરેક જગ્યાએ કેમ્પ થતાં હોય છે જેમાં અમારો રોલ ફક્ત ઓટી પ્રોવાઈડ કરવાનો હોય છે તેમજ ઓપરેશન કરવા સર્જન પણ જિલ્લા કક્ષાએથી આવતા હોય છે. વધુમાં કહ્યું કે, જેમનો ઓપરેશન ૨૯ નવેમ્બરના રોજ થયો હતો, જો કે, કેટલાક આક્ષેપો થયા છે જે અમને અત્યારે જ ખબર પડી છે, ત્યારે આ અનુંસાધાને આગળથી તપાસ થશે.