Last Updated on by Sampurna Samachar
વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી
૨૫૦ ટન અનાજ પલળ્યું હોવાની વિગતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી અને વલસાડમા મિનિ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ચીખલી તાલુકામાં વાવાઝોડાની ગંભીર અસર જોવા મળી છે. ચીખલીમાં આવેલા નાગરિક પુરવઠા નિગમનું ૨૫૦ ટન અનાજ પલળ્યું છે. ગોડાઉનના પતરા ઉડી જતા અનાજ બરબાદ થયું છે. સરકારી અનાજ ભીનું થઈ જતા કરોડોનું નુકસાન થયું છે. દિવાળી સમયે આપવા માટે રાખેલું અનાજ ભીનું થઈ ગયું હોવાથી મોટું નુકસાન થયું છે. ગરીબોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું
ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે. ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડ઼ું ફૂંકાયું હતુ. ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં પણ ભારે નુકસાન થયું છે. ભારે પવનથી ૫૦થી વધુ ઘરોના પતરા ઉડ્યા છે. જેના પગલે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે. ગણદેવીના નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.