Last Updated on by Sampurna Samachar
અશાંત ધારા મામલે કાર્યવાહી
અમિત શાહએ CM અને DyCMને રજુઆત કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ અશાંત ધારા મામલે કલેક્ટર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાયણની રજાઓ પૂરી થતા જ અમદાવાદના પાલડી વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં ૯ આલિશાન બંગલા તોડી પાડવામાં આવ્યા છે. આ બંગલાઓને તેમના મૂળ હિન્દુ માલિકોને પરત કરવામાં આવશે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ થવાના મામલે કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે. ડેપ્યુટી સિટી કલેક્ટર (પશ્ચિમ અમદાવાદ)ની કોર્ટ દ્વારા ૯ બંગલાના વેચાણ દસ્તાવેજોને રદબાતલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, અને આ બંગલા હવે મૂળ હિન્દુ માલિકોને પરત આપવામાં આવશે.
નવ હિન્દુ માલિકો દ્વારા વેચાણ કરેલ દસ્તાવેજ રદબાતલ કરાયા
નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીના બંગલા તેમના નવ હિન્દુ માલિકો દ્વારા વેચાણ કરેલ દસ્તાવેજ રદબાતલ કરાયા છે. ડેપ્યુટી સીટી કલેકટર પશ્ચિમ અમદાવાદની કોર્ટ દ્વારા હુકમ કરાયો છે. જેમાં જવાબદાર સામે ફોજદારીનો ગુનો દાખલ કરવા મામલતદારને હુકમ કરાયો છે. દસ્તાવેજ રદબાતલ થતા સ્થાનિક હિન્દુ પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે.
એલિસબ્રિજના MLA અમિતભાઈ શાહ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ હતી. આ મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે કહ્યું કે, નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંતધારાનો ભંગ થયો હતો. જે અંગે અમે CM અને DyCMને રજુઆત કરી હતી, જે બાદ કાર્યવાહી થઈ છે.