દેશમાં મેડિકલ કોલેજમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં ડોમિસાઈલના આધારે અનામતનો કોઈ જ લાભ નહીં મળે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

(સંપૂર્ણ સમાચાર સેવા)

દેશભરમાં મેડિકલ કોલેજમાં એડમિશન માટે લાગુ અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે પોતાનો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મેડિકલ કોલેજમાં પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં ડોમિસાઈલના આધારે અનામતનો કોઈ જ લાભ નહીં મળે. કોર્ટે તેને ગેરબંધારણીય પણ ગણાવ્યો છે.

કોર્ટે તેને બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું હતું કે, આ અનામતને લાગુ ન જ કરી શકાય. હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભટ્ટીની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે પ્રવેશ ફક્ત મેરિટના આધારે હોવો જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ ર્નિણય રાજ્યો દ્વારા પહેલાથી જ આપવામાં આવેલા ડોમિસાઇલ-આધારિત અનામતને અસર કરશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું “પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં રહેઠાણ આધારિત અનામત બંધારણના અનુચ્છેદ ૧૪નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આપણે બધા ભારતના પ્રદેશમાં રહીએ છીએ. પ્રાંતીય કે રાજ્ય રહેઠાણ જેવી કોઈ વસ્તુ નથી. ફક્ત એક જ રહેઠાણ છે,” આપણે બધા ભારતના રહેવાસી છીએ. આ સાથે બેન્ચે એ વાતની પણ સ્પષ્ટતા કરી કે બંધારણની કલમ ૧૯ હેઠળ દરેક નાગરિકને ભારતના કોઈ પણ હિસ્સામાં રહેવા, વેપાર કરવા અને પ્રોફેશનલ વર્ક કરવાનો અધિકાર છે.

વધુમાં, કોર્ટે કહ્યું કે ચોક્કસ રાજ્યના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમોમાં ચોક્કસ મર્યાદા સુધી અનામતની મંજૂરી આપી શકાય છે, પરંતુ પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં તેની મંજૂરી નથી. ત્રણ ખંડપીઠના ચુકાદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોર્ટનો ર્નિણય પહેલાથી જ આપવામાં આવેલા ડોમિસાઇલ-આધારિત અનામતને અસર કરશે નહીં.

ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, “કોઈ ચોક્કસ રાજ્યમાં રહેતા લોકોને મેડિકલ કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ ફક્ત સ્મ્મ્જી અભ્યાસક્રમોમાં ચોક્કસ ડિગ્રી સુધી જ આપી શકાય છે. પરંતુ પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં નિષ્ણાત ડોકટરોના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, રહેઠાણના આધારે ઉચ્ચ સ્તરે અનામત અરજી કરવી બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન હશે.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.