Last Updated on by Sampurna Samachar
આસપાસનો વિસ્તાર ખાલી કરાવવાની ફરજ પડી હતી
જ્વાળાઓ પાંચ કિલોમીટર સુધી ફેલાઇ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજૂસર GIDC વિસ્તારમાં એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મંજૂસર ચોકડી પાસે આવેલી આ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ પાંચ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા.

મળતી માહિતી મુજબ, કંપનીના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થો કે કેમિકલને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસની અન્ય કંપનીઓ પર પણ જોખમ ઊભું થયું હતું, જેના પગલે તકેદારીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવાની ફરજ પડી હતી.
ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો
ઘટનાની જાણ થતા જ સાવલી, વડોદરા અને આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી.