Last Updated on by Sampurna Samachar
રેડમાં કોપી કરાવતાં ૩૦ વિદ્યાર્થીઓને ઝડપી લેવાયા
ગુનો સાબિત થશે તો મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓ સામે થશે કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડના પારડીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં વીર નર્મદ યુનિવર્સિટીની ટીમે માસ કોપી કેસ મામલે રેડ પાડી હતી. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ તપાસ માટે કોલેજમાં ગઇ હતી. આ દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરોને કોપી કરાવતા હોવાનુ સામે આવ્યુ હતું. જે બાદ ફ્લાઈંગ સ્ક્વોડે ૩૦ જેટલા વિદ્યાર્થીઓને જવાબ લખાવતા પકડી પાડ્યા હતાં. પરીક્ષા રૂમમાં સીસીટીવીનું મોનિટરિંગ પણ નહોતુ થતું.
સુત્રોથી મળતી માહિતી મુજબ વીર નર્મદ યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્ક્વોડે પારડીની સરસ્વતી નર્સિંગ કોલેજમાં રેડ પાડી હતી. જેમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયરોને કોપી કરાવતા હતાં. જુનિયર વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં જ જવાબો લખાવતા હતાં. આવા ૩૦ વિદ્યાર્થીઓને ફ્લાઈંગ સ્કવોડે ઝડપી પાડ્યા હતાં. આ રેડ દરમિયાન પરીક્ષા રૂમમા CCTV થી મોનિટરિંગ પણ નહોતુ કરાતુ. જેથી ટીમ દ્વારા આ CCTV કબજે લીધા હતાં.
કોપી કેસને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પાસે મોકલાયો
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કોપી કેસ કરીને તેને પરીક્ષા વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો. મેનેજમેન્ટ દ્વારા આ મામલે પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી સામે કોલેજ દ્વારા કબૂલાત નહિ કરતા કેસને બોર્ડ ઓફ મેનેજમેન્ટ પાસે મોકલી દેવામાં આવ્યો છે.બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા હવે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને તપાસમાં જો પુરવાર થશે તો વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.