રાજપીપળામાં લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મેહમાનોની તબિયત લથડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જીલ્લાના રાજપીપળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી. રાજપીપળામાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થતા ૨૯ જેટલા લોકોની તબિયત અચાનક લથડી. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી મુજબ રાજપીપળા હોસ્પિટલમાં તમામની તબિયત હાલ સુધારા હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળામાં એક લગ્ન પ્રસંગનો જમણવાર મહેમાનોને ભારે પડ્યો. લગ્ન પ્રસંગ માણવા ગયેલ મહેમાનોની ભોજન લીધા બાદ અચાનક તબિયત લથડી. ૨૦થી વધુ મહેમાનોની એકસાથે તબિયત લથડતા ફૂડ પોઈઝનિંગ હોવાની આશંકા છે. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા બાદ આશરે ૨૯ જેટલા લોકોને ઉલટી અને ગભરામણ થવા લાગતા ડોક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
જણાવી દઈએ કે રાજપીપળામાં આ લગ્ન પ્રસંગ ટેકરા ફળિયામાં યોજાયો હતો. જ્યાં ભોજન લીધા બાદ ૨૯ જેટલા લોકોની તબિયત બગડયા બાદ ફૂડ પોઈઝનિંગ થતા તેમને હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાં હવે તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી છે.