Last Updated on by Sampurna Samachar
મદ્રાસ હાઈકોર્ટનો એક ઐતિહાસિક ર્નિણય
લગ્ન બાદ પણ પોતાની ઓળખ અને અધિકાર ગુમાવતી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહિલાને પાસપોર્ટ માટે તેના પતિની પરવાનગી લેવાની જરૂર નથી. મદ્રાસ હાઈકોર્ટે એક ઐતિહાસિક ર્નિણય લેતા કહ્યું કે, પત્નીને પતિની સંપત્તિ સમજવાની માનસિકતાને ખતમ કરવાની જરૂરત છે. વાસ્તવમાં, મહિલાના પાસપોર્ટ એપ્લિકેશનને આ કારણથી રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે તેમાં પતિના હસ્તાક્ષર ન હતા. કોર્ટે પાસપોર્ટ ઓફિસની આ માંગને આશ્ચર્યજનક ગણાવી અને કહ્યું કે, આ વિચાર હજુ પણ મહિલાઓને પતિની સંપત્તિ સમજવાની માનસિકતાને આગળ ધપાવી રહ્યા છે.
આ મામલો એક વિવાદિત મહિલા સાથે સંબંધિત છે, જે તેના પતિ પાસેથી તલાકના કેસમાં ફસાયેલી છે. મહિલાએ એપ્રિલ ૨૦૨૫ માં પાસપોર્ટ માટે એક એપ્લિકેશન આપ્યુ હતુ, પરંતુ પાસપોર્ટ ઓફિસે આ અરજીને આગળ એટલા માટે ન મોકલાવી કારણ કે, તેમાં પતિના હસ્તાક્ષર ન હતા. જ્યારે મહિલાએ તેમને જણાવ્યું કે, તલાકનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે પણ પાસપોર્ટ ઓફિસે કહ્યું કે, પતિના હસ્તાક્ષર હોવા જરૂરી છે. આ પછી, મહિલાએ વિદેશ મંત્રાલય, પાસપોર્ટ ઓફિસ અને ચેન્નાઈ પોલીસ વિરુદ્ધ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી.
પતિ-પત્ની વચ્ચે પહેલાથી જ સંબંધોમાં તણાવ
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, એક મહિલા લગ્ન બાદ પણ પોતાની ઓળખ અને અધિકાર ગુમાવતી નથી. કોર્ટે ટિપ્પણી કરી કે, પાસપોર્ટ માટે પતિની પરવાનગી લેવાની આ વ્યવસ્થા પુરુષ પ્રધાન વિચારધારા દર્શાવે છે અને સમાજમાં મહિલાની સ્વતંત્રતા વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું કે, આ અત્યંત ચોંકાવનારુ છે કે, પાસપોર્ટ ઓફિસ પતિની પરવાનગી અને સાઈનની માંગ કરી રહ્યું છે, જ્યારે પતિ-પત્ની વચ્ચે પહેલાથી જ સંબંધોમાં તણાવ છે. આ એક અશક્ય શરત લાદવા જેવું છે.
કોર્ટે પાસપોર્ટ ઓફિસને આદેશ આપ્યો કે, મહિલાના પાસપોર્ટ એપ્લિકેશનને સ્વતંત્ર રૂપથી પ્રોસેસ કરવામાં આવે અને જાે પૂરતા ડોક્યૂમેન્ટ હોય, તો ૪ સપ્તાહની અંદર મહિલાને પાસપોર્ટ આપી દેવામાં આવે.
આ ર્નિણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કોઈની વૈવાહિક સ્થિતિ કોઈના વ્યક્તિગત અને બંધારણીય અધિકારોને અસર કરી શકતી નથી. આ ર્નિણય ખાસ કરીને એવી મહિલાઓ માટે રાહત છે જે વૈવાહિક વિવાદ અથવા છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આ ર્નિણય મહિલાઓની ઓળખ, ગૌરવ અને સ્વતંત્રતાને સમર્થન આપે છે.