અનેક ઘણાં રાજ્યોમાં ફરીથી કાતિલ ઠંડીનો થશે અનુભવ જાણો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઉત્તર ભારતમાં ઠંડી ફરી તીવ્ર બનવાની આગાહી

ઘણા રાજ્યોમાં વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ જારી

(સંપૂર્ણ સમાચાર સેવા)

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતને સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે ત્યારે આ સપ્તાહ પછી પણ શિયાળાની ઋતુ પૂરી થવાને હજુ બાકી છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે, જેમાં ઠંડી ફરી આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ કહે છે કે પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે. આનાથી મેદાની વિસ્તારોમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડશે. હવામાન વિભાગે પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં હવામાનમાં ફેરફારનો સંકેત આપ્યો છે.

પશ્ચિમી વિક્ષેપ સતત ઉપરના વાતાવરણમાંથી હિમાલય પ્રદેશ તરફ આગળ વધી રહ્યો છે. જે પર્વતીય રાજ્યોમાં પ્રવેશ કરશે. આ કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન, પર્વતીય વિસ્તારોમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

પર્વતોમાં હિમવર્ષા શિયાળાનું પુનરાગમન લાવી શકે

વરસાદની સાથે, હિમવર્ષાની ચેતવણી પણ આપવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ રહેવાસીઓએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા બંનેનો અનુભવ થવાની ધારણા છે. હવામાન વિભાગે રહેવાસીઓને ઊનના કપડાં પહેરવાની અને ઠંડીથી પોતાને બચાવવાની સલાહ આપી છે. જોકે, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં કાતિલ ઠંડીમાં વધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પર્વતોમાં હિમવર્ષા શિયાળાનું પુનરાગમન લાવી શકે છે. પૂર્વી રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન ૪.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. ઉત્તર ભારતીયોને ધુમ્મસથી રાહત મળવાની શક્યતા ઓછી છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસ રહેવાની ધારણા છે. ઉત્તર પ્રદેશના બરેલી અને ગોરખપુરમાં વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી શકે છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, દેશના અનેક રાજ્યોમાં બરફ વર્ષા અને વરસાદને લઈ કાતિલ ઠંડીનો ચમકારો વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. ઘણા રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર ભારતમાં ઠંડી ફરી તીવ્ર બનવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી-દ્ગઝ્રઇ અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો થવાની ધારણા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.