Last Updated on by Sampurna Samachar
વિમાન દુર્ઘટના બાદ ભારતીય એરલાઈન્સ સુરક્ષા મામલે એલર્ટ બની
૨૧ જૂનથી ૧૫ જુલાઈ સુધી સસ્પેન્ડ કર્યા હોવાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ભારતીય એરલાઈન્સ સુરક્ષા મામલે અત્યંત સજાગ બની છે. સુરક્ષા અને પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાની માહિતી મળી છે. જેમાં ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ અને ૪ ડોમેસ્ટિક ફ્લાઈટ સામેલ છે. જ્યાં રદ કરવામાં આવેલી ફ્લાઈટ્સ ચેન્નઈ, દિલ્હી, દુબઈ, મેલબર્ન, પુણે, અમદાવાદ, હૈદરાબાદ, અને મુંબઈથી ઉડાન ભરવાની હતી. આ ફ્લાઈટ કેન્સલ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

એરક્રાફ્ટની ટેક્નિકલ ચકાસણી, ખરાબ હવામાન અને એરસ્પેસના પ્રતિબંધોને ધ્યાનમાં લેતાં એર ઈન્ડિયાએ આઠ ફ્લાઈટ રદ કરી હોવાનું જણાવ્યું છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું કે, એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઈથી ચેન્નઈ AI ૯૦૬, દિલ્હીથી મેલબર્ન AI – ૩૦૮, અને AI ૩૦૯ મેલબર્નથી દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેન્સલ
૧. AI ૯૦૬ દુબઈથી ચેન્નઈ
૨. AI ૩૦૮ દિલ્હીથી મેલબર્ન
૩. AI ૩૦૯ મેલબર્નથી દિલ્હી
૪. AI ૨૨૦૪ દુબઈથી હૈદરાબાદ
ચાર ડોમેસ્ટિક ફ્લાઈટ કેન્સલ
૧. AI ૮૭૮ પુણેથી દિલ્હી
૨. AI ૪૫૬ અમદાવાદથી દિલ્હી
૩. AI ૫૭૧ ચેન્નઈથી મુંબઈ
૪. AI ૨૮૭૨ હૈદરાબાદથી મુંબઈ
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, દુબઈથી હૈદરાબાદની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. પુણેથી દિલ્હી, અમદાવાદથી દિલ્હી, હૈદરાબાદથી મુંબઈ અને ચેન્નઈથી મુંબઈની ફ્લાઈટ પણ કેન્સલ કરવામાં આવી છે. મેન્ટનન્સ ઓપરેશનલ કારણોસર આ ર્નિણય લેવામાં આવ્યો છે.
સંપૂર્ણ રિફંડ અને રિશિડ્યુલિંગની સુવિધા મળશે
એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે, જે લોકોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને સંપૂર્ણ રિફંડ અને રિશિડ્યુલિંગની સુવિધા મળશે. તેમજ વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ અસુવિધા બદલ ખેદ છે. અમારો સ્ટાફ વૈકલ્પિક હવાઈ મુસાફરીની સુવિધા આપવા માટે તત્પર છે.
એર ઈન્ડિયાએ સુરક્ષાના માપદંડો અને વધી રહેલા વિવાદને ધ્યાનમાં લેતાં વિવિધ આંતરરાષ્ટ્રીય રૂટ પર ઓપરેશન્સ ૨૧ જૂનથી ૧૫ જુલાઈ સુધી સસ્પેન્ડ કર્યા હોવાની જાહેરાત કરી હતી. તેણે બોઈંગ ૭૮૭ અને ૭૭૭ એરક્રાફ્ટની સેવાઓ પણ કામચલાઉ ધોરણે ઘટાડો કર્યો છે.