Last Updated on by Sampurna Samachar
અમેરિકામાં બે ગુજરાતી ભાઈઓએ કર્યું ૩૨ મિલિયન ડોલરનું હેલ્થકેર કૌભાંડ
ભાસ્કર સવાણી અને અરુણ સવાણીને કરોડોના વીઝા તથા હેલ્થકેર કૌભાંડમાં દોષિત જાહેર કરાયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પેન્સિલવેનિયામાં રહેતા બે ગુજરાતી ભાઈઓએ ૩૨ મિલિયન ડોલરનું હેલ્થકેર કૌભાંડ આચર્યુ હતું. જેની સામે અમરિકાની કોર્ટે તેમને દોષિત ગણીને ૪૧૫ વર્ષની જેલની લાંબામાં લાંબી સજા ફટકારવામાં આવી શકે છે. મૂળ ગુજરાતી સવાણી બ્રધર્સને મેડિકલ ફ્રોડ કરીને ડોલર કમાવવાના કેસમાં કોર્ટે આકરી સજા ફટકારી છે.

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક મોટા અને અનેક રાજ્યોમાં ફેલાયેલા હેલ્થકેર કૌભાંડના પર્દાફાશ થયો છે. જેમાં ભારતીય મૂળના અને ગુજરાતી સગા ભાઈઓ ૬૦ વર્ષીય ભાસ્કર સવાણી અને ૫૮ વર્ષીય અરુણ સવાણીને દોષિત જાહેર કરાયા છે. બંને ભાઈઓને કરોડોના ડોલરના કૌભાંડના આરોપમાં ૪૦૦ વર્ષની સજા સંભળાવવામાં આવી શકે છે. તેમની સામે મની લોન્ડ્રીંગ, કરચોરી, વીઝા નિયમોનું ઉલ્લંઘન જેવા અનેક બિનકાયદાકીય આરોપ લગાવાયા છે.
૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે
સવાણી ગ્રુપના નામથી ફેલાયેલા તેમના વ્યવસાયમાં તેઓએ એવી રીતે જાળ બિછાવી હતી કે, જેના દ્વારા વર્ષો સુધી તેઓએ લાખો-કરોડો ડોલરની ગેરકાયદેસર રીતે કમાણી કરી હતી. એકલા મેડિકેડ કાર્યક્રમમાં જ તેઓએ ૩૨ મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો છે.
ભાસ્કર સવાણી, જે સ્વંય વ્યવસાયે એક ડેન્ટિસ્ટ છે. સમગ્ર નેટવર્કમાં મેડિકલ સાથે જોડાયેલ કૌભાંડનું સમગ્ર સંચાલન તે કરી રહ્યો હતો. અમેરિકા એટોર્ની કાર્યાલયની પ્રેસ જાહેરાત અનુસાર, બંને ભાઈઓએ પોતાની વિવિધ કંપનીઓ અને સહયોગી સંસ્થાઓની આડમાં આ કૌભાંડને અંજામ આપ્યું હતું. સરકારી કાર્યક્રમોનો ખોટી રીતે ઉપયોગ, અને કૌભાંડના માધ્યમથી પોતાની અંગત સંપત્તિ વધારવા, આવું લાંબા સમય સુદી તેઓએ કરીને પોતાના કૌભાંડને અંજામ આપ્યો.
સવાણી ગ્રુપ સામે એચ-૧ બી વિઝાનો દુરુપયોગનો આરોપ સાબિત થયો છે. તેઓએ વિદેશી કર્મચારીઓને બોલાવવા માટે કૌભાંડ આચર્યું. નકલી અજી અને વીઝા અરજીનો ખોટી રીતે ઉપયોગ કર્યો. નોકરી પર રાખ્યા બાદ તેઓ કામદારોનું શોષણ કરતા હતા. તેઓને અલગ અલગ રીતે રૂપિયા ચૂકવવાની સાથે સાથે પોતાના પગારનો એક હિસ્સો સવાણી ગ્રુપને પરત આપવા માટે મજબૂર કરવામાં આવતા હતા. કારણ કે, કર્મચારી અને પોતાના ઈમિગ્રેશન સ્ટેટ માટે તેઓ પૂરી રીતે કંપની પર ર્નિભર રહેતા હતા.
બંને ભાઈઓએ મેડિકેડ પ્રોગ્રામને પોતાના હેલ્થકેર પ્રોગ્રામ માટે ટાર્ગેટ કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, જ્યારે સવાણી ગ્રુપના ડેન્ટલ ક્લીનિકના મેડિકેડ ઈન્સ્યોરન્સ રદ કરવામાં આવ્યા હતા, તેના બાદ પણ તેઓ ગેરકાયદેસર રીતે વળતર પ્રાપ્ત કરતા હતા. તેના માટે તેઓએ નોમિનીના નામ પર ચાલી રહેલા ડેન્ટિસ્ટ ક્લિનિકનો ઉપયોગ કર્યો હતો. જે સવાણી ગ્રુપ તરફથી મેડિકલ બિલ મોકલતા હતા. આ સમગ્ર ષડયંત્રને પગલે ૩૦ મિલિયન ડોલર કરતા વધુ રકમ નકલી મેડિકેડ દાવા માટે રજૂ કરવામાં આવી હતી.
આ કેસમાં તેમની સહયોગી એલેક્ઝાન્ડ્રા રાડોમિયાકને પણ દોષિત ઠેરવવામાં આવી છે, જેને ૪૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આટલી મોટી સજાની જાેગવાઈ અને કૌભાંડની વિગતોએ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ ભારે ચર્ચા જગાવી છે.