Last Updated on by Sampurna Samachar
પૂરમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ૪ લાખની સહાય
સમગ્ર દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું વળતર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં આવેલા પૂરે ચારે તરફ વિનાશ વેર્યો છે. જ્યાં પૂરમાં ખેડૂતોની મહેનત અને સપના પર વહી ગયા છે. ત્યારે મુખ્યમંત્રી ભગવંત માને તાત્કાલિક એક મોટો ર્નિણય લીધો અને જાહેરાત કરી કે દરેક અસરગ્રસ્ત ખેડૂતને પ્રતિ એકર રૂપિયા ૨૦,૦૦૦ નું વળતર આપવામાં આવશે. આ માત્ર પંજાબમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું વળતર છે.

માન સરકારે માત્ર કાગળ પર નહીં પરંતુ ખેડૂતોના દુ:ખને સમજીને આ પગલું ભર્યું છે. હરિયાણામાં ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા ૧૫,૦૦૦ની મહત્તમ રાહત મળે છે, જ્યારે ગુજરાતમાં પ્રતિ એકર રૂપિયા ૮,૯૦૦, મધ્યપ્રદેશમાં પ્રતિ એકર રૂપિયા ૧૨,૯૫૦ અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોટાભાગે રૂપિયા ૫,૦૦૦-૭,૦૦૦ની રાહત મળે છે, ત્યારે પંજાબના ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા ૨૦,૦૦૦ આપવાનો ર્નિણય ખેડૂતોની શક્તિ અને મહેનતને સલામ કરવા જેવો છે.
પહેલા ખેડૂતોની સંભાળ રાખવી મહત્વપૂર્ણ
માન સરકારે પૂરમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ૪ લાખની સહાય અને ખેતરોમાં જમા થયેલી રેતી વેચવાની મંજૂરી પણ આપી છે, જેથી ખેડૂતોને તાત્કાલિક રોકડ મળે અને આગામી વાવણીનો માર્ગ સરળ બને. આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ સમજે છે અને તેમને શક્ય તેટલી રાહત આપવા માંગે છે.
આજે, જ્યારે પંજાબના ખેડૂતો પૂરથી તબાહ થયેલા ખેતરો અને તૂટેલા ઘરો વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સરકારનો આ ર્નિણય તેમના માટે આશાનું નવું કિરણ લાવ્યો છે. માન સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતો ડૂબી જશે, તો સમગ્ર અર્થતંત્ર ડૂબી જશે, તેથી પહેલા ખેડૂતોની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે.