Last Updated on by Sampurna Samachar
દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર
ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. ૬ એપ્રિલ રોજ એક અજ્ઞાત કાર વિધાનસભાનો ગેટ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં હડકંપ મચી ગયો છે. ઉત્તરપ્રદેશરજિસ્ટ્રેશન નંબર ધરાવતી સફેદ રંગની ટાટા સિયેરા કાર બપોરે ૨:૦૫ વાગ્યે મોલ રોડ પર આવેલા અનેસામાન્ય રીતે બંધ રહેતા ગેટ નંબર ૨ને તોડીને વીઆઈપી એન્ટ્રીથી અંદર પ્રવેશી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી છે. કાર સવાર શખ્સોએવિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી.
તમામ સુરક્ષાકર્મીઓના નિવેદનો નોંધી
એટલું જ નહીં, કાર ચાલકે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ પાસે બરામદામાં ફૂલોનો એક ગુલદસ્તો પણ મૂક્યોહોવાની માહિતી મળી રહી છે. આ હરકત કર્યા બાદ આરોપીઓ તે જ કારમાં પૂરપાટ ઝડપે ગેટની બહારનીકળીને ફરાર થઈ ગયા હતા. જે ગેટથી આ કાર અંદર ઘૂસી ત્યાં જવાનો તૈનાત હતા, તેમ છતાં કાર અંદર ઘૂસવામાં સફળ રહી હતી.
દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ વિધાનસભા પરિસરમાં તપાસ કરી રહ્યા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર, કારની ટક્કરથી લોખંડનો ગેટ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ ખંગાળી રહીછે અને યુપી નંબરની તે કારના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે ચક્રો ગતિમાનકર્યા છે.
દિલ્હી વિધાનસભામાં બનેલી આ ઘટનાએ સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષાના દાવાઓ અંગે અનેક પ્રશ્નો ઉભાકર્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક એક અજાણી કાર ખૂબ જ તેજ ગતિએ આવી અનેમુખ્ય ગેટને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે લોખંડનો ગેટ ક્ષતિગ્રસ્ત થઈ ગયોહતો અને કાર સીધી વિધાનસભાના મુખ્ય બિલ્ડિંગ તરફ ધસી ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાથી ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ પણ થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
રિપોર્ટ મુજબ, કાર વિધાનસભા પરિસરમાં પ્રવેશ્યા પછી થોડી મિનિટો સુધી અંદરના ભાગમાં ગોળ–ગોળ ફરીહતી. સુરક્ષાકર્મીઓએ તેને અટકાવવાનો અને ડ્રાઈવરને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે અત્યંત જોખમી રીતે ગાડી હંકારીને ફરીથી તે જ ગેટ તરફથી બહાર નીકળી હતી, પછી કાર ગીચ વિસ્તારમાં ગાયબ થઈ ગઈ હતી.
દિલ્હી પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સઘન તપાસ શરૂ કરી દીધી છે. વિધાનસભાની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેથી કારના મોડેલ અને તેનાનંબરની ઓળખ થઈ શકે. નિષ્ણાતોની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ગેટ પરથી કારના પેઇન્ટના નમૂના તથા અન્ય પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ અત્યારે વિધાનસભામાં હાજર રહેલા તમામ સુરક્ષાકર્મીઓના નિવેદનો નોંધી રહી છે જેથી ઘટના પાછળના ઈરાદા વિશે વધુ માહિતી મળી શકે.
આ સુરક્ષા ભંગની ઘટના બાદ, દિલ્હી વિધાનસભામાં પ્રવેશ માટેના નિયમો વધુ કડક બનાવવામાં આવે તેવીશક્યતા છે. અધિકારીઓએ તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર સુરક્ષા વધારી દીધી છે. અત્યારે એ પણ જોવામાંઆવી રહ્યું છે કે શું આ કોઈ વ્યક્તિ દ્વારા ઉશ્કેરાટમાં કરવામાં આવેલું કૃત્ય હતું કે તેની પાછળ કોઈ ઊંડુંષડયંત્ર છુપાયેલું છે.