Last Updated on by Sampurna Samachar
પત્ની પર શંકાને કારણે પતિએ મોતને ઘાટ ઉતારી
બેંગલુરુમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક શખ્સે દીકરીની સામે જ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયા. પોલીસે જણાવ્યું કે, બેંગલુરુના એક બસ સ્ટેન્ડ પર ૩૨ વર્ષીય એક મહિલાની તેના પતિએ ૧૨ વર્ષની દીકરીની હાજરીમાં ચાકૂ મારીને હત્યા કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, રેખા અને આરોપી લોહિતાશ્વ ત્રણ મહિના પહેલા એક મંદિરમાં લગ્ન કરતા પહેલા થોડો સમય સાથે રહ્યા હતા. રેખા, જે પહેલાથી પરિણીત હતી અને બે બાળકોની મા હતી, તે પહેલા પતિથી અલગ થઈ ગઈ હતી. લોહિતાશ્વના પણ છૂટાછેડા થઈ ગયા હતા.
લગભગ એક ડઝન વાર ચાકૂના ઘા કરી ફરાર થઈ ગયો
દંપતી એક ભાડાના મકાનમાં રહેતા હતા અને પહેલા લગ્નથી થયેલી દીકરી સાથે તેઓ રહેતા હતા, જ્યારે નાની દીકરી રેખાના માતા-પિતા સાથે રહેતી હતી. કર્ણાટકના સિરા ફળિયામાંથી બેંગલુરુ આવ્યા બાદ રેખાએ લોહિતાશ્વને એક કોલ સેન્ટરમાં ડ્રાઈવરની નોકરી અપાવવામાં મદદ કરી. રેખા પણ આ કોલ સેન્ટરમાં કામ કરતી હતી. જોકે કથિત રીતે તેને તેના ચારિત્ર્ય પર શંકા હતી અને તેથી તેણે કોઈ અન્ય વ્યક્તિ સાથે નજીક જવાનો આરોપ લગાવ્યો હતો.
૨૨ સપ્ટેમ્બરની સવારે, જ્યારે રેખા પોતાની દીકરી સાથે બસ સ્ટોપ પર રાહ જાેઈ રહી હતી, લોહિતાશ્વે તેના પર ચાકૂથી હુમલો કરી નાખ્યો અને લગભગ એક ડઝન વાર ચાકૂના ઘા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની તરત બાદ સ્થાનિક લોકો અને પોલીસે તેને એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી, પણ ઈજાના કારણે તેનું મોત થઈ ગયું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી લીધી છે.