Last Updated on by Sampurna Samachar
તસ્કરો ૨.૪૦ લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયા
હાલ રાજકોટ ખાતે રહેતા અને વ્યવસાયે વેપારી છે, તેમણે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા વિસ્તારમાં આવેલા ૩ સોલાર પ્લાન્ટમાં મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે.અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરી કરી લાખો રૂપિયાનું નુકસાન કર્યુંહોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તા.૩૧/૦૩/૨૦૨૬ના સાંજના સાતેક વાગ્યાથી તા.૦૧/૦૪/૨૦૨૬ના સવારના સાતેક વાગ્યાદરમ્યાન કોઈપણ સમયે, અંદાજે ૭ કિ.મી. દૂર હરિપર પીયાવા ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટને નિશાનબનાવવામાં આવ્યો હતો. ફરિયાદી ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ વાડોદરિયા (ઉંમર ૪૯), હાલ રાજકોટ ખાતેરહેતા અને વ્યવસાયે વેપારી છે, તેમણે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચોરી કરી ફરાર થઈ ગયા
જે ફરિયાદ મુજબ, અજાણ્યા તસ્કરોએ ફરિયાદી તેમજ મોહનભાઈ રતનાભાઈ ડાંગરિયાના સોલાર પ્લાન્ટમાંથીઆશરે ૯૦૦૦ મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.૧,૮૦,૦૦૦) તથા કુણાલભાઈ મોહનભાઈ ડાંગરિયાનાસોલાર પ્લાન્ટમાંથી આશરે ૩૦૦૦ મીટર કોપર વાયર (અંદાજિત કિંમત રૂ.૬૦,૦૦૦) મળી કુલ ૧૨,૦૦૦ મીટરકોપર વાયર (કુલ કિંમત રૂ.૨,૪૦,૦૦૦)ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે, અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજપણ ચકાસવામાં આવી રહ્યા છે.