Last Updated on by Sampurna Samachar
નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ બોટમાં લાગી ભીષણ આગ
સ્થાનિક દ્વારા ઉના ફાયર ફાઇટરને જાણ કરતા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતામળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉના નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ જેટલી બોટમાં ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલીઆ આગને કારણે ચારથી પાંચ ફિશીંગ બોટો બળીને ખાખ થઈ ગઈ છે. આ ભીષણ આગને જોતા સ્થાનિકલોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઇટરને જાણ કરાતા કલાકોની જહેમત બાદ આઆગ પર કાબૂ મેળવી લેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાની સાથે નવાબંદર પોલીસ કર્મચારીઓ પણત્યાં પહોંચી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથના ઉનાના તાલુકાના નવાબંદર ગામમાં મોટી જાનહાનિ ટળી છે. આજે નવાબંદરના દરિયાકાંઠે લાંગરેલી ચારથી પાંચ બોટમાં અચાનક આગ ભભૂકીઉઠી હતી. અચાનક લાગેલી આગને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિક દ્વારા ઉના ફાયરફાઇટરને જાણ કરતા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી ગઈ છે. આગ પર કાબૂમેળવી લેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ બાદ સ્થાનિકોએ જણાવ્યું છે કે, બોટમાં આગ લાગવાને કારણે બોટના માલિકોને લાખોનું નુકસાન થયું છે. જાેકે, કોઈને પણ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. હાલ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.