Last Updated on by Sampurna Samachar
યમુનામાં હોડી પલટી જતાં ૧૦ શ્રદ્ધાળુઓના મોત
કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ : ૧૭ લોકોને બહારકઢાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મથુરામાં હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. શુક્રવારે બપોરે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટપાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ૧૦ શ્રદ્ધાળુઓના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાનીગંભીરતાને જોતાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી આશંકા છે.

મળતી માહિતી મુજબ, હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુએટલે કે અંદાજે ૩૦ જેટલા લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.
શ્રદ્ધાળુ પંજાબના લુધિયાણાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં ૧૭ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, કમનસીબે ૧૦ લોકોના જીવ બચાવી શકાયા નથી. વહીવટીતંત્રે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે તપાસના આદેશઆપ્યા છે.
આ દુર્ઘટનામાં મોટા ભાગના શ્રદ્ધાળુ પંજાબના લુધિયાણાથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મથુરાના જિલ્લામેજિસ્ટ્રેટ સી.પી. સિંહે આ દુર્ઘટનાની સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે બચાવ કાર્ય હજુ પણ યુદ્ધના ધોરણેચાલુ છે. સી.પી. સિંહે જણાવ્યું કે, બપોરે અંદાજે ૨.૪૫ વાગ્યે યમુના નદીમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણઅકસ્માત સર્જાયો હતો.
લુધિયાણાથી અંદાજે ૩૦ શ્રદ્ધાળુઓ મથુરા આવ્યા હતા અને તેઓ બે હોડીમાં સવારથઈને નદીમાં ફરી રહ્યા હતા. કેસી ઘાટ પાસે આમાંથી એક હોડી ડૂબી ગઈ હતી. અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોમળી આવ્યા છે, જ્યારે ૧૬થી ૧૭ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે