Last Updated on by Sampurna Samachar
શહેરા નગરપાલિકા અને ૧૯ ગામોમાં પાણી માટે મચશે પોકાર
આ લીકેજના કારણે શહેરા નગરપાલિકા સહિત આસપાસના ૧૯ ગામોનો પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની મોટી મુશ્કેલી સર્જાઈ છે. જોધપુર ટેકરા પાસે પાનમકોઠા જૂથ પાણી પુરવઠા યોજનાની ૫૦૦ મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનોવેડફાટ થયો છે. આ લીકેજના કારણે શહેરા નગરપાલિકા સહિત આસપાસના ૧૯ ગામોનો પાણી પુરવઠોખોરવાઈ ગયો છે.

મુખ્ય લાઈનમાં લીકેજ થવાને કારણે શહેરા શહેર ઉપરાંત પંચામૃત ડેરી અને લાંભી સબ હેડવર્ક હેઠળ આવતાતમામ ૧૯ ગામોમાં પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ઉનાળાના આકરા તાપમાં જ પાણી કાપ આવતા સ્થાનિક રહીશોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.
ઘટનાની જાણ થતા જ પાણી પુરવઠા વિભાગનો ટેકનિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ યુદ્ધનાધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, “જ્યાં સુધી લાઈનનું રિપેરિંગપૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાણી પુરવઠો બંધ રહેશે.” કામગીરી પૂર્ણ થયા બાદ જ તમામ વિસ્તારોમાં રાબેતામુજબ પાણી છોડવામાં આવશે.