છેલ્લા કેટલાય વર્ષોથી મહિલાઓને નથી મળી સહાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર જિલ્લામાં સરકારની રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજનામાં ચૂકવવામાં આવેલ સહાયમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સરકાર માન્ય લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જન ડૉ. એસ. પી. પટેલે આક્ષેપ કરી ગાંધીનગરથી તટસ્થ તપાસની માંગ કરી છે.
મહીસાગર જિલ્લામાં સરકાર દ્વારા રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજના હેઠળ તમામ મહિલા લાભાર્થીઓને મફતમાં સ્ત્રી નસબંધીનું પ્રાઇવેટ તેમજ સરકારી હોસ્પિટલોમાં કરી આપવામાં આવે છે જેમાં ડોક્ટર, ઓપરેશન કરાવનાર મહિલા સહિત પ્રોત્સાહક, આશાવર્કર બહેનોને માનત વેતન નાણાંકીય સહાય પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
જો આવા ઓપરેશન કર્યા પછી કોઈ પણ કારણોસર ઓપરેશન નિષ્ફળ જાય તેવા સંજોગોમાં સરકાર દ્વારા ઓપરેશન કરાવનાર બહેનને ૩૦ હજારથી ૬૦ હજાર રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે. આવા નિષ્ફળ ઓપરેશન થયેલ બહેનોને જેને ખરેખર સહાયની જરૂર છે એવી મહિલાઓને છેલ્લા કેટલાય વર્ષોથી સહાય ચૂકવવામાં વિલંબ જોવા મળી રહ્યો છે.
ત્યારે બીજી તરફ કેટલીક મહિલા સરકારની સહાય મળવા પાત્ર ના હોવા છતાં પણ ચુકવણું કરી આપવામાં આવ્યું છે. સરકાર પરિપત્રોનું સરેઆમ આરોગ્ય વિભાગ દ્વારા ઉલ્લંઘન થઈ રહ્યું છે. જેથી મહીસાગર જિલ્લાની ગરીબ અને ભોળી પ્રજા લાભોથી વંચિત જાેવા મળી રહી છે.
ત્યારે ખરેખર લાભની જરૂર મહિલાઓ અનેક રજૂઆતો બાદ પણ સહાય મળતી નથી તેવા આક્ષેપો ડૉ. એસ. પી. પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. સરકાર માન્ય લેપ્રોસ્કોપી કુટુંબ કલ્યાણ સર્જન ડૉ. એસ. પી. પટેલ ૧૯૯૦થી અવિરત મહિલાઓનું હજારો કેમ્પ કરી ૩૫ હજાર મહિલાઓ ઓપરેશન કરાવનાર ડૉ. એસ. પી. પટેલ અને ડૉ. રણજિત જોજા દ્વારા સરકાર દ્વારા રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા કમિટી નીમી તપાસ કરવા માંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ ફગાવવામાં આવેલ આક્ષેપો પાયાવિહોણા કહી મોટા ભાગના કુટુંબ નિયોજનના કરવામાં આવેલ કેસો ડૉ. એસ. પી. પટેલના ફેલ ગયેલા છે અને સરકારશ્રી દ્વારા એક વર્ષના માત્રને માત્ર ૪ કેસ ફેલ હોય તેવા નિયમોમાં જણાવવામાં આવ્યું છે. જેથી સમગ્ર મામલે આ મુદ્દો હાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.