આ પરિવારે એવુ શુ કર્યુ કે જેથી આ દુર્ઘટના બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
પરફ્યૂમની સુંગધ દરેક લોકોને આકર્ષિત કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક આ શોખ ભારે પડી શકે છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલા સોપારા વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક પરિવાર માટે આ શોખ મોટી દુર્ઘટનાનું કારણ બની ગયો. જોકે, આ પરિવાર શોખ સિવાય કંઈક બીજું કરતો જણાયો હતો. કદાચ એટલા માટે દુર્ઘટના બની.
ઘટના બની એવી કે પરફ્યૂમની બાતલોની એક્સપાયરી ડેટ બદલવાની કોશિશમાં તેમના ફ્લેટમાં વિસ્ફોટ થઈ ગયો, જેના કારણે પરિવારના ચાર સભ્ય ઘાયલ થઈ ગયા હતા. જોકે, આ દર્દનાક ઘટના નાલા સોપારાની રોશની એપાર્ટમેન્ટના રૂમ નંબર ૧૧૨માં થઈ. પોલીસે જણાવ્યું હતું કે પીડિતોમાં મહાવીર વદાર (૪૧), તેમની પત્ની સુનીતા વદાર (૩૮), અને તેમના બે બાળકો, કુમાર હર્ષવર્ધન (૯) અને કુમારી હર્ષદા (૧૪) સામેલ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિસ્ફોટ તે સમયે થયો જ્યારે પરિવાર પરફ્યૂમની બોતલો પર એક્સપાયરી ડેટ બદલવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
એજન્સીની એક રિપોર્ટ મુજબ આ પ્રક્રિયામાં જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ સંભવત ઘટનાનું મુખ્ય કારણ બન્યો. ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કુમાર હર્ષવર્ધનની સારવાર નાલા સોપારાની લાઈફ કેયર હોસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યારે બાકી ત્રણેય સભ્ય ઓસ્કર હોસ્પિટલમાં ભરતી છે. ડોક્ટરોના મતે તમામની સ્થિતિ સ્થિર છે પરંતુ સારવાર ચાલું રહેશે.
જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે શું આ પરિવાર પરફ્યૂમનો બિઝનેસ કરે છે. કારણ કે એવી પણ ચર્ચાઓ છે. આ ઘટનાને પરફ્યૂમ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓને સુરક્ષિત ઉપયોગને લઈને ગંભીર સવાલ ઉભા કરી દીધા છે. એક્સપર્ટ્સે સ્પષ્ટ જણાવ્યું છે કે એવા પદાર્થની સાથે કોઈ પણ પ્રકારની છેડખાણી કરવી જોઈએ નહીં. પોલીસ મામલાની તપાસ કરી રહી છે, જેથી આ સ્પષ્ટ થઈ શકે કે પરિવારે એવું કદમ કેમ ઉઠાવ્યું.