Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટના અગે સંવેદના વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના ભંડારામાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ ફેક્ટરીની આરકે શાખા વિભાગમાં થયો હતો. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ૮ લોકોના મોતની માહિતી આપી છે.

ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે હથિયાર બનાવવા માટે વપરાતી ભારે સામગ્રીના ટુકડા ચારેબાજુ પથરાયેલા છે. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને મદદ કરી હતી. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભંડારા જિલ્લામાં એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છત તૂટી પડતાં ૧૩ થી ૧૪ કર્મચારીઓ ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. તેમાંથી પાંચને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવામાં આવી હતી. SDRF અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોને પણ બચાવ કાર્ય માટે બોલાવવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર સંરક્ષણ દળો સાથે સંકલન કરીને બચાવ કામગીરીમાં સામેલ છે. તબીબી સહાય માટે ટીમો પણ તૈયાર રાખવામાં આવી હતી.
આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અત્યાર સુધી મળેલી પ્રાથમિક માહિતી મુજબ દુર્ભાગ્યવશ આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે. હું તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. આ બ્લાસ્ટ સવારના સમયે થયો તે દરમિયાન ફેક્ટરીમાં ૧૪ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઓર્ડનન્સ ફેક્ટરીના અધિકારીઓ ઉપરાંત ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી એ ભારતનો એક ઉદ્યોગ છે, જે સંરક્ષણ મંત્રાલય માટે કામ કરે છે. સંરક્ષણમાં વપરાતી ચીજવસ્તુઓ અહીં બનાવવામાં આવે છે. ઓર્ડનન્સ વિભાગનું મુખ્યાલય કોલકાતામાં છે.