એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે શિવસેનાના એકનાથ શિંદે અને NCP ના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત શપથ ગ્રહણ સમારંભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા. આ પહેલાની સરકારમાં એકનાથ શિંદે મુખ્યપ્રધાન હતા. જ્યારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCP ના અધ્યક્ષ અજિત પવાર નાયબ મુખ્યપ્રધાનની જવાબદારી સંભાળતા હતા. હવે નવી સરકારમાં નેતૃત્વ બદલાઈ ગયું છે.
શપથ ગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારસાથે ફોટો શૂટ કરાવ્યું હતું. પવાર અને ઉદ્ધવ ઠાકરે આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. મહા વિકાસ અઘાડીના કોઈ નેતા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા નહોતા. મહાયુતિએ શપથ લેવા માટે વિપક્ષને આમંત્રણ પણ મોકલ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિસ્વા સરમા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો આ કાર્યક્રમ માટે મુંબઈ આવી રહ્યા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, વિક્રાંત મેસ્સી, જય કોટક, એકતા કપૂર, મુકેશ અંબાણી, અનંત અંબાણી, જાન્હવી કપૂર, વિદ્યા બાલન, સિદ્ધાર્થ કપૂર, વરુણ ધવન, અનિલ અંબાણી, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, રણવીર કપૂર, રણબીર કપૂર, રણવીર સિંઘ, ગીતાંજલિ કિર્લોસ્કર, બિરેન્દ્ર સરાફ, રાજેશ અદાણી, મનોજ સૌનિક, કે. કે. તાતેડ, મૃદુલા ભાટકર, નિખિલ મેસવાણી, હેતલ મેસવાણી, નીરજા ચૌધરી, યોગેશ પુઢારી, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, સતીશ મહેતા, એટલી, બોની કપૂર, શ્રદ્ધા કપૂર, બાદશાહ, જયેશ શાહ, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, ખુશી કપૂર, રૂપાલી ગાંગુલી, સુધાકર શેટ્ટી, ધવલ મહેતા, આલોક સંઘવી, જ્યોતિ પારેખ, આલોક કુમાર, અરવિંદ કુમાર સહિત અનેક સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં હાજર લોકોમાં જાેવા મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં એક ભવ્ય સમારોહની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ નવી મહાયુતિ સરકારની રચના કરવામાં આવી હતી. એકનાથ શિંદે છેલ્લી ઘડીએ ડેપ્યુટી સીએમ પદ સંભાળવાનો ર્નિણય લીધો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે હોદ્દા અને ગુપ્તતાના શપથ પણ લીધા હતા, પરંતુ એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ચિત્ર જોવાનું બાકી છે.
મંત્રાલયોની વહેંચણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. સૂત્રોનું માનીએ તો જો મુંબઈમાં મામલો નહીં ઉકેલાય તો મામલો દિલ્હી પહોંચશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે ગૃહ મંત્રાલય ઈચ્છે છે પરંતુ ભાજપ તેને છોડવા તૈયાર નથી. શિવસેનાની દલીલ છે કે જ્યારે એકનાથ શિંદે સીએમ હતા ત્યારે ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું. તેવી જ રીતે હવે શિંદે ડેપ્યુટી સીએમ છે તો તેમને ગૃહ મંત્રાલય મળવું જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારે મોટા મંત્રાલયોની માંગણી કરી છે. આ અંગે પણ આગામી સમયમાં ર્નિણય લેવાનો છે. શિંદે જૂથ અજિત પવારના કેટલાક વિભાગો પર નજર રાખી રહ્યું છે, આવી સ્થિતિમાં શું ર્નિણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એકનાથ શિંદેને નારાજ કરવા માંગતી નથી.