‘તેઓ એક દિવસ જરૂર રાજ્યના મુખ્યમંત્રી બનશે’
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના નાગપુરમાં શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોમાં રાજ્યપાલના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને કહ્યું કે, તેઓ એક દિવસ જરૂર રાજ્યના મુખ્યમંત્રી બનશે.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, ‘હું અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે શિફ્ટમાં ૨૪/૭ કામ કરશે.’ તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, ‘અજિત પવાર જલ્દી ઉઠનારાઓમાંથી છે. એટલા માટે તેઓ સવારનું કામ કરશે. હું બપોરે ૧૨ થી અડધી રાત્રિ સુધી ડ્યૂટી કરીશ, પરંતુ તમે જાણો છો કે રાત્રિ સુધી કામ કરનારું કોણ છે.’ તેમણે શિંદેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘તેઓ મોડી રાત્રિ સુધી કામ કરવા માટે જાણીતા છે.’ પોતાના સંબોધન દરમિયાન ફડણવીસે અજિત પવાર તરફ ઇશારો કરતા કહ્યું કે, ‘તમને સ્થાયી નાયબ મુખ્યમંત્રી કહીએ છીએ, પરંતુ મારી શુભકામનાઓ તમારી સાથે છે… તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો.’
જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત બાદ અજિત પવારે ૫ ડિસેમ્બરે છઠ્ઠીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.