Last Updated on by Sampurna Samachar
હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં માનવ મહેરામણ વચ્ચે આગના બનાવના સમાચાર સામે આવ્યા હતા. મહાકુંભના સેક્ટર ૧૯ નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર ૧૯માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી ૨૦ થી ૨૫ ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી.
નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી. મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું હતું. આ સાથે જ ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારને તાત્કાલિક ધોરણે ખાલી કરાયો હતો.