Last Updated on by Sampurna Samachar
આ વાયરલ વીડિયોને ૨ લાખ ૩૩ હજાર લોકો લાઈક કરી ચૂક્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં કરોડોની લોકો ભાગ લઇ રહ્યા છે. ત્યારે કરોડો લોકોની ભીડમાં ગુમ થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે. ત્યારે હમણાં સોશિયલ મીડિયા પર હાલમાં મહાકુંભ છવાયેલો છે. મહાકુંભ સાથે જોડાયેલા કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કેટલાય વીડિયો મજેદાર હોય છે, તો કેટલાક વીડિયો ભાવુક કરી દેતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ભાવુક વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા રડતી દેખાઈ રહી છે. મહિલાને જ્યારે ત્યાં હાજર લોકોએ રડવાનું કારણ પૂછ્યું તો તે કહેવા લાગી કે તેની સાસુ ખોવાઈ ગઈ છે. સાસુ ખોવાઈ જતાં વહુ ખૂબ રડવા લાગી. આ જમાનામાં સોશિયલ મીડિયા પર સાસુને લઈને અલગ અલગ પ્રકારના મીમ્સ બનતા હોય છે. તો વળી એક મહિલા પોતાની સાસુ ખોવાઈ જવાના કારણે રડતી હોવાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
વાયરલ વીડિયોમાં રડતી વહુને એક મહિલા પૂછી રહી છે, “શું થયું છે, તું શું કામ રડે છે?” તો મહિલા જણાવે છે કે, “તે પોતાની સાસુ સાથે કુંભમાં સ્નાન કરવા આવી અને તે હવે ખોવાઈ ગયાં છે.” ત્યાં હાજર લોકો તેને સાંત્વના આપતા દેખાય છે અને કહી રહ્યા છે કે “ગભરાવાની વાત નથી. અનાઉન્સમેન્ટથી અનાઉન્સ કરાવી દો અને અહીં પોલીસના લોકો પણ છે, શોધીને લાવી આપશે. ચિંતા કરવાની જરૂર નથી.”
આ વાયરલ વીડિયોને ૨ લાખ ૩૩ હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે. તો વળી ૫૬ હજાર લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “મહાકુંભમાં માર્મિક દ્રશ્ય, સાસુમા માટે રડતી વહુ.” આ વાયરલ વીડિયો પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, “અમે ગામવાળા, અમે હજુ સુધી સંસ્કાર ખોયા નથી. આ બહેને આ સાબિત કરી દીધું છે.” એક યુઝરે લખ્યું કે, “તેના આંસુ કહી રહ્યા છે કે આણે સાસરિયામાં સાસુ નહીં પણ મા જાેઈ છે.” એક યુઝરે લખ્યું કે “આજકાલની વહુ એવી આવી રહી છે, જે એ ઈચ્છે છે કે સાસુ, નણંદ બધા દૂર રહે. ફક્ત અમે બે રહીએ બસ.” આવી વહુઓ માંડ ૨ ટકા હશે, લોકો આ વીડિયો આવી અલગ અલગ વાતો કરી રહ્યા છે. બાકી આ ઘટના બાદ તમે શું વિચારી રહ્યા છો, કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો.