Last Updated on by Sampurna Samachar
મંડપનો થોડો ભાગ બળી ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં ફરી એક વાર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પીપા બ્રિજ નંબર ૧૮ પાસે આગની ઘટના બની હતી. RAF , યુપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સેક્ટર ૧૮, શંકરાચાર્ય માર્ગ પર આવેલા હરિહરાનંદ કેમ્પમાં આગ લાગી હતી.
પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે તપાસ કરી રહી છે.
ઘટનાસ્થળે જાહેરાત કરતાં એક પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ જાનહાનિ નથી અને બધું નિયંત્રણમાં છે. બધાએ એસેમ્બલી પોઈન્ટ પર આવવું જોઈએ. આગ લાગ્યા બાદ પોન્ટૂન બ્રિજ નંબર ૧૮ પર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. સેક્ટર ૧૮ માં જ્યાં આગ લાગી હતી ત્યાં મોટી સંખ્યામાં સંતો અને મહાત્માઓ રહે છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે ભીડ છે. પોલીસ, આરએએફ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી, એક ટીમ તરીકે કામ કરી, કેટલાક સ્થળોએ રસ્તો બ્લોક કર્યો અને અન્ય સ્થળોએ માર્ગ ડાયવર્ટ કર્યો. આવી સ્થિતિમાં રાહતની વાત છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
આગની ઘટનાના કારણે અંદાજે ૨૦ ડેટલા ટેન્ટ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાસ્થળે હાજર ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આગને કાબુમાં લેવામાં લોકોએ પણ સહયોગ આપ્યો હતો. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. મંડપનો થોડો ભાગ બળી ગયો હતો.