મહાકુંભમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઉમટી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજમાં મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને જળમાર્ગ બન્ને તરફથી પ્રયાગરાજને કવર કરવામાં આવ્યું છે. મહાકુંભમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો ઉમટી રહ્યા છે, આવામાં સુરક્ષા વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન ઉભો ન થાય તે માટે અભેદ ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યું છે. જેમાં રસ્તા અને નદીના માર્ગે પણ કોઈ ખરાબ નજર ન ફરી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અગાઉથી જ કેટલાક મહત્વના આદેશ આપી દેવામાં આવ્યા હતા.
પ્રયાગરાજ જિલ્લાને જોડનારા ૭ રસ્તા તથા તે રસ્તાઓ પર આવતા જિલ્લા અને સરહદોને મળીને પ્રયાગરાજને ચારે તરફથી અભેદ સુરક્ષાનું એક ચક્રવ્યૂહ બનાવી લેવાનો નિર્દેશ અગાઉ આપવામાં આવ્યો હતો. હવે પ્રયાગરાજને જોડનારા તમામ ૭ માર્ગ તથા તે માર્ગ પર આવતા ૮ જિલ્લામાંથી આવન-જાવન કરનારા વાહનો અને વ્યક્તિઓના ચેકિંગ અને ફ્રિસ્કિંગ માટે કુલ ૧૦૨ ચેકપોસ્ટ બનાવાઈ છે.
આ રસ્તાઓ પર સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કુલ ૧૦૨૬ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ૭૧ નિરીક્ષક, ૨૩૪ ઉપનિરીક્ષક, ૬૪૫ આરક્ષી/મુખ્ય આરક્ષી અને ૭૬ મહિલા આરક્ષીનો સમાવેશ થાય છે. આ સિવાય વધારાના કુલ ૧૦ વ્રજ વાહન, ૧૫ ડ્રોન, ૨૦ એન્ટી સબોટાઝ ટીમ અને ૫ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત છે. સુરક્ષામાં તૈનાત ટીમો ૨૪ કલાક અને માર્ગ તથા અહીંથી પ્રયાગરાજમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઉત્તરપ્રદેશ પોલીસ કૃતસંકલ્પ છે.