Last Updated on by Sampurna Samachar
PM મોદીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી રેલવે વિશે જાણકારી મેળવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. ત્યારે મૌની અમાવસ્યાના દિવસે સવારથી લગભગ ૩.૫ કરોડથી વધારે લોકો ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ચુક્યા છે. જોકે અમાવસ્યાના સવારે ૧ થી ૧.૩૦ કલાકની આસપાસ મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. જેમાં કેટલાય લોકોના મોત તો ઘાયલ થઈ ગયા હતા. મહાકુંભ વિસ્તારમાં હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટના પર શોક પ્રકટ કર્યો છે.

પ્રયાગરાજ મહાકુંભમાં થયેલા દુર્ઘટના બાદ PM મોદીએ ટિ્વટ કરી જણાવ્યું કે, પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. તેમાં જે શ્રદ્ધાળુઓએ પોતાના પરિજનોને ખોયા છે, તેમને પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેની સાથે જ હું તમામ ઘાયલોને શીધ્ર સ્વસ્થ થવાની કામના કરુ છું. સ્થાનિક પ્રશાસન પીડિતોની દરેક સંભવ મદદ કરવામાં લાગી ગયો છે. આ જ ક્રમમાં મુખ્યમંત્રી યોગીજી સાથે વાતચીત કરી અને હું સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર થઈ રહેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PM મોદીએ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી. જેમાં મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ શ્રદ્ધાળુઓને સુરક્ષિત પ્રયાગરાજમાંથી કાઢવા માટે રેલવેની તૈયારી વિશે જાણકારી લીધી હતી. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ PM મોદીને પ્રયાગરાજમાં રેલવે દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા વિશે જાણકારી આપી છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ૩૬૦ થી વધારે ટ્રેન પ્રયાગરાજથી ચલાવવામાં આવી રહી છે. પ્રયાગરાજના કેટલાય રેલવે સ્ટેશન પર દર ૪ મિનિટમાં એક ટ્રેન આવી અને જઈ રહી છે. પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશન પર RPF અને GRP ના જવાનોને ભીડને કાબૂમાં કરવા માટે તૈનાત ક્રયા છે. કલર રોડના હિસાબથી યાત્રીઓને સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવી રહી છે.