Last Updated on by Sampurna Samachar
ભાગદોડ બાદ અખાડા પરિષદે અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે ૬૦ લોકો ઘાયલ છે. આ વાતની જાણકારી મેળા પ્રશાસન તરફથી આપવામાં આવી છે. રાત્રે લગભગ ૨ વાગે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ હતી. તેની ચપેટમાં કેટલાય શ્રદ્ધાળુઓ આવી ગયા હતા. આ દુર્ઘટના બાદ કેટલીય એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ભાગદોડ બાદ અખાડા પરિષદે અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી હતી. જોકે બાદમાં હાલાત સામાન્ય થતાં અખાડાએ નક્કી કર્યું કે, અમૃત સ્નાનમાં સામેલ થશે. સ્નાન માટે સંગમમાં સાધુ-સંતો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. તમામ ૧૩ અખાડાએ અમૃત સ્નાન કર્યું હતું.
પ્રયાગરાજ મહાકુંભમાં મચેલી ભાગદોડની ચપેટમાં આવવાથી ૯૦ લોકો ઘાયલ થયા છે, જેમાં ૩૦ના મોત થઈ ગયા છે. મૃતકોમાં ૨૫ લોકોની ઓળખાણ થઈ છે. આ જાણકારી મેળા પ્રશાસન તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. કર્ણાટકના ચાર અને ગુજરાતના એક શ્રદ્ધાળુની પણ ઓળખાણ થઈ છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર (૧૯૨૦) જાહેર કરવામાં આવ્યો છે.
મહાકુંભમાં સંગમ તટ પર થયેલી ભાગદોડમાં કુલ ૩૦ લોકોના મોત થયા છે. જ્યારે ૬૦ લોકો ઘાયલ થયા છે. જેમને કુંભ વિસ્તારના સેક્ટર ૨માં આવેલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પર ડીઆઈજી કુંભ અને મેળા અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી છે. ડીઆઈજીએ કહ્યું કે, આજે મહાકુંભ પ્રયાગરાજમાં ભારે ભીડનું પ્રેશર હતું. તેના કારણે બેરિકેડ્સ તૂટી ગયા. ત્યારબાદ ભીડે લોકોને કચડવાના શરૂ કરી દીધા.