Last Updated on by Sampurna Samachar
કોઈપણ પ્રકારનું અપડેટ કરાવવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર
લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે ખોટું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોઈપણ વ્યક્તિ માટે પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવું એ મૂળભૂત અધિકાર છે. તે તેમનો કાનૂની અધિકાર પણ છે. આવી સ્થિતિમાં, આધાર ડેટા અપડેટ કરવાની સુવિધા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ હોવી જોઈએ. મદ્રાસ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી છે.

બેન્ચે કહ્યું કે, UIDAI એ ખાતરી કરવી જોઈએ કે, લોકોને આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જસ્ટિસ ય્ઇ સ્વામીનાથનની બેન્ચે કહ્યું કે, આધાર દ્વારા ઘણા લાભ મળે છે અને તે સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આધાર બનાવવું અથવા તેમાં કોઈપણ પ્રકારનું અપડેટ કરાવવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આ સુનિશ્ચિત કરવું જોઈએ.
સ્થાનિક સ્તરે અપડેટ કરવા માટે સુવિધાઓ પૂરી પાડવુ જરૂરી
આ માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તો તે ખોટું છે. બેન્ચે કહ્યું કે, જ્યારે લાભ મેળવવો એ મૂળભૂત અધિકાર છે અને તેના માટે આધાર કાર્ડ સૌથી જરૂરી છે, તો પછી તેમાં અપડેટ કરાવવા અથા ડેટા અપડેટ કરવાની સુવિધા નાગરિકો પાસે હોવી જોઈએ.
બેન્ચે કહ્યું કે, આધાર તૈયાર કરતી અથોરિટી UIDAI ની ફરજ છે કે તે લોકોને સ્થાનિક સ્તરે તેને અપડેટ કરવા માટે સુવિધાઓ પૂરી પાડે. દેશના ઘણા ભાગોમાં નવું આધાર કાર્ડ બનાવવા અથવા આધાર કાર્ડ અપડેટ કરવા માટે કેન્દ્ર દૂર હોવાની અને ત્યાં લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરિયાદો મળી છે.
કોર્ટે આ ટિપ્પણી તમિલનાડુના પરમાકુડીના ૭૪ વર્ષીય વિધવા પી. પુષ્પમ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે કરી છે. તમિલનાડુના પરમાકુડીના રહેવાસી પુષ્પમની અરજીમાં કહેવામાં આવ્યું કે, તેમનું ફેમિલી પેન્શન એટલા માટે અટકી ગયું છે, કારણ કે તેમનું આધાર કાર્ડ પર નામ પુષ્ભમ થઈ ગયું છે અને તેમની જન્મ તારીખમાં ભૂલો છે.
હવે તે તેમાં કરેક્શન કરાવવા માંગે છે, પરંતુ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પુષ્પમના પતિ સૈનિક હતા અને ૨૧ વર્ષ સુધી સેવા આપી હતી. તેમનું મે ૨૦૨૫માં અવસાન થયું હતું. તેમના પતિના અવસાન બાદ જ્યારે તેણીએ પેન્શન માટે અરજી કરી, ત્યારે ડિફેન્સ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટે પ્રોસેસ કરવાનો ઇનકાર કરી દીધો.