Last Updated on by Sampurna Samachar
ડમ્પર પર ફૂલો લગાવી દુલ્હનની માફક સજાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બુંદેલખંડના સાગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચોરી થયેલ ડમ્પર જ્યારે માલિકને પાછું મળ્યું તો તેના ખુશીનું ઠેકાણું ન રહ્યું. પોલીસ સ્ટેશનથી તે તેના ગામ સુધી ઢોલ નગારા, બેન્ડ વાજા અને ડીજે સાથે જુલૂસ કાઢતા આવ્યો. એટલું જ નહીં તેણે ડમ્પર પર ફૂલો લગાવી દુલ્હનની માફક સજાવ્યું હતું.
ગામમાં પણ કેટલાય લોકો તેની સાથે આવ્યા હતા. જે ડીજે પર નાચતા ડમ્પરની આગળ પાછળ ચાલી રહ્યા હતા. સાથે જ એક ફોર વ્હીલર ગાડીઓનો કાફલો પણ તેમાં શામેલ હતો. ત્યારબાદ જ્યારે ડમ્પર ઘરે પહોંચ્યું તો, મહિલાઓએ તેની પૂજા કરી, આરતી ઉતારી અને મીઠાઈ પણ વહેંચી.
હકીકતમાં જોઈએ તો, મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિરંજામાંથી ૧૭ જાન્યુઆરીના રોજ રેતી ભરેલું ડમ્પર ચોરી થઈ ગયું હતું. પણ તેના ડ્રાઈવરે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પેટ્રોલ પંપ પાસે રાત્રે ડમ્પર લગાવ્યું હતું. પણ સવારે થતાં ડમ્પર ગાયબ થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસે તેની તપાસ શરૂ કરી, તો તેનું લોકેશન, માલ્થોન ટોલ ટેક્સ પર મળ્યું.
ચોરે તેનું જીપીએસ સિસ્ટમ તોડીને અલગ કરી નાખ્યું હતું. પોલીસે તેના આધાર પર તપાસ કરી હતી અને ગુજરાત બોર્ડર પરથી મળી આવ્યું. ૨૩ જાન્યુઆરીના રોજ ગુજરાત બોર્ડર પર ડમ્પર લઈને પોલીસ સાગર પાછી ગઈ હતી. બાદમાં કાયદાકીય કાર્યવાહી કરતા માલિક દયાલ આહિરવારને તે પરત કરી દીધું. એક અઠવાડિયા બાદ ખોવાયેલું ડમ્પર મળી આવતા માલિકને ખૂબ ખુશી થઈ. તેના કારણે તેમણે જુલૂસ કાઢ્યું હતું.
શિવ દયાલ આહિરવારે જણાવ્યું કે, સિવિલ લાઈન પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામ કર્યું છે. એક તો એ કે મારુ ચોરી થયેલું ડમ્પર પાછું મળ્યું અને બીજું કે લોકોમાં પોલીસના કામ પ્રત્યે વિશ્વાસ વધારે ગાઢ થયો. કે કેવી રીતે ચોરી થયેલી વસ્તુ ગણતરીના દિવસોમાં પાછી લાવી દીધી.