Last Updated on by Sampurna Samachar
SC વિજય શાહને કર્નલ સોફિયા મામલે ધરપકડથી રાહત આપી
દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વાઈરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યાની હચમચાવી દેનારી ઘટનાના નવ દિવસ બાદ રાજ્ય મંત્રી વિજય શાહ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. જોકે, તેમણે મીડિયાને આ વિશે કોઈ વાત નથી કરી. પરંતુ, વિવાદ ત્યારે ઊભો થયો. જ્યારે પીડિત પરિવાર સાથેની તેમની તસવીર સોશિયલ મીડિયા પર વહેતી થઈ.

જાણવા મળી રહ્યુ છે કે જ્યારે વિજય શાહ (VIJAY SHAH) મૃતકના પરિજનનો મળવા પહોંચ્યા, ત્યારે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ આ મુલાકાતની તસવીર ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં પીડિતાના પરિજનોનો ચહેરો સ્પષ્ટરૂપે જોઈ શકાતો હતો, જેનાથી ગોપનીયતાનો ભંગ થયો હતો. આ મુદ્દે મંત્રીને ચારે તરફથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
SC અને HC ફરિયાદ દાખલ કરવા કર્યો આદેશ
વિજય શાહ સાથે જોડાયેલો આ કોઈ પહેલો વિવાદ નથી. આ પહેલા પણ ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરૈશીને આતંકવાદીઓની બહેન કહીને અભદ્ર ટિપ્પણી કરી હતી. કર્નલ કુરૈશી એ ત્રણ વરિષ્ઠ અધિકારીઓમાં સામેલ હતાં, જેમણે ઓપરેશન સિંદૂર પર મીડિયાને બ્રીફ કર્યું હતું.
વિજય શાહની આ ટિપ્પણી સોશિયલ મીડિયાથી લઈને અદાલતમાં ભારે વિરોધનું કારણ બની હતી. આ મામલાને ગંભીર માનતા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે સુઓમોઓ દ્વારા વિજય શાહની ફટકાર લગાવતા આ મુદ્દે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જોકે, મંત્રીએ આ મુદ્દે માફી માંગી પરંતુ, કોર્ટે માફીનો અસ્વીકાર કરી દીધો છે.
આ દરમિયાન સરકારે એક વિશેષ તપાસ ટીમની રચના કરી, જેણે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે, વિજય શાહે જાતીય વોટબેન્ક અને રાજકીય પ્રભાવના કારણે હજુ સુધી તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી. સુપ્રીમ કોર્ટે પણ વિજય શાહને કર્નલ સોફિયા કુરૈશીના મામલે ધરપકડથી રાહત આપી છે.