Last Updated on by Sampurna Samachar
આ મિશન હેઠળ ૧૦,૭૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા
દર મહિને ૧.૫ લાખ લોકોને પ્રશિક્ષિત કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતનું પહેલુ AI શહેર લખનૌ બનવા જઇ રહ્યુ છે. લખનૌમાં માર્ચ ૨૦૨૪માં AI ઇકોસિસ્ટમ વિકસિત કરવા માટે ઇન્ડિયા AI મિશન પ્રમાણે ૧૦,૭૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા. જેના અંતર્ગત લખનૌને દેશની પહેલી AI સિટી બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ દેશની પહેલી AI સિટી બનશે.
આ રોકાણ હેઠળ, ૧૦,૦૦૦ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ, મલ્ટી-મીડિયા ભાષા મોડેલ અને એક AI નવીનતા કેન્દ્ર બનાવવામાં આવશે. રાજ્ય સરકાર ઝડપથી આ ૨૦૪૭ ના વિઝન અંતર્ગત એક AI પોલીસી ડ્રાફ્ટ તૈયાર કરશે. રાજ્ય સરકાર પ્રમાણે આ રોકાણ ભારતના અન્ય ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ ૬૭ ટકા વધારે છે.
૧૦ લાખથી વધુ લોકોને તાલીમ આપવાની યોજના
રાજ્ય સરકારની આ મહત્વની શરૂઆત અંતર્ગત ૧૦ લાખથી પણ વધારે યુવાનો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને ગૂગલ, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલની સાથે પાર્ટનરશિપમાં AI , સાઇબર સુરક્ષા, મશીન લર્નિગ અને ડેટા એનાલિસિસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેનાથી દર મહિને ૧.૫ લાખ લોકોને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે.