Last Updated on by Sampurna Samachar
બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હોવાનુ સામે આવ્યું
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના વાસણા વિસ્તારમાંની યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતાં જીવન ટુંકાવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ યુવતીના પ્રેમીનો મૃતદેહ બે દિવસ પહેલા જ કેનાલમાંથી મળી આવ્યો હતો. બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હોવાનુ સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે જ્યારે આ યુવતીના પ્રેમીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યો હતો. પ્રેમીના અચાનક મોતના આઘાતમાં સરી પડેલી યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બે દિવસના ટૂંકા ગાળામાં જ પ્રેમી અને ત્યારબાદ પ્રેમિકાના મોતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
યુવકનું મોત કેનાલમાં પડવાથી થયું હતું
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. જોકે, તેમનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. પરિવારની નારાજગી જ આ કરુણ અંતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ, યુવકનું મોત કેનાલમાં પડવાથી થયું હતું, પરંતુ તે હત્યા છે કે આત્મહત્યા તે અંગે હજુ રહસ્ય અકબંધ છે.