પહેલાથી જ કોર્ટ પર અનેક કેસોનું ભારણ છે , ત્યારે કોર્ટનો ૪ કલાક જેવો સમય ન બગાડો તેમ દિલ્હી હાઇકોર્ટનો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસ્ટિસ સંદીપ મગદિલની બેન્ચે કહ્યું કે, “આ પોલીસ અને પ્રશાસનની જવાબદારી છે કે તેઓ કપલને શેલ્ટર અથવા જરૂરી સુરક્ષા આપે.” કોર્ટે કહ્યું કે, “પોલીસે આવા કેસમાં તાત્કાલિક એક્શન લેવી જોઈએ. કોર્ટ તો છેલ્લો વિકલ્પ છે. ત્યાં ત્યારે આવવું જોઈએ, જ્યારે ક્યાંય પણ કોઈ સુનાવણી ન થાય.”
જસ્ટિસ મુગ્દિલે કહ્યું કે, “સંવૈધાનિક કોર્ટનું તો કામ છે કે તેઓ નાગરિકોને સુરક્ષા આપે. તેઓ જ્યારે પણ ખતરામાં હોય તો તેમની સુરક્ષા માટે હાજર રહે. પણ દરરોજ આવા કેસ મોટી સંખ્યામાં કોર્ટમાં પહોંચે તે જ સારી બાબત નથી. તેમાં કોર્ટનો ૪ કલાક જેવો સમય વેડફાઈ જાય છે.
એટલા માટે અમે એક મિકેનિઝમ તૈયાર કરીએ છીએ, જેના આધાર પર પોલીસ એક્શન લઈ શકે છે.” તેમણે કહ્યું કે, “આવા કેસમાં પહેલા એક્શન પોલીસ અને પ્રશાસન તરફથી થવી જોઈએ. આ ત્યારે થાય, જ્યારે તેમને કોઈ પણ ખતરાની સૂચના મળે. પણ જો આવા કેસ કોર્ટમાં આવે તો સમયનો બગાડ થાય છે. પહેલાથી કોર્ટ પર આટલા કેસોનું ભારણ છે, ત્યારે આવા સમયે એક મિકેનિઝમ અંતર્ગત કામ થવું જોઈએ.” બેન્ચે કહ્યું કે, “આવા કેસના નિવારણ માટે દરેક જિલ્લાના મુખ્યાલયમાં એક નોડલ અધિકારીની તૈનાતી થવી જોઈએ. આ અધિકારી ASI થી નીચેની રેન્કના ન હોવા જોઈએ. આ આદેશ હરિયાણા, પંજાબ અને ચંદીગઢ માટે લાગુ થાય છે. બેન્ચે કહ્યું કે, જો નિયમનું પાલન કરવામાં આવશે તો કોર્ટનો દરરોજ ૪ કલાક જેવો સમય બચી જશે.”
બેન્ચે કહ્યું કે, “અમારી પાસે હાલમાં જૂના કેસોનું નિવારણ લાવવામાં સુવિધા રહેશે. જે લાંબા સમયથી પેન્ડિંગ છે.” જસ્ટિસ મુગ્દિલે કહ્યું કે, “સંવિધાનના આર્ટિકલ ૨૧ કોઈ પણ વ્યક્તિની જીવન અને વ્યક્તિગત આઝાદી આપે છે. ત્યારે આવા સમયે જો તે પ્રેમ લગ્ન કરવા અથવા તેનો ર્નિણય કરવાના કારણે તેમના જીવને ખતરો થાય તો પ્રશાસનની આ જવાબદારી છે કે, સંબંધિત લોકોને સુરક્ષા આપવામાં આવે.”