Last Updated on by Sampurna Samachar
પરવત પાટિયાથી ભાગીને મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં પરીણિત પ્રેમીપંખીડાએ તાપીમાં ઝંપલાવ્યું હતું. પ્રેમીનો મૃતદેહ સુરતના અડાજણમાંથી મળ્યો હતો. જ્યારે પ્રેમિકાનો મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યો હતો. પરવત પાટિયાથી ભાગીને મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. લગ્ન બાદ પણ પ્રેમી પંખીડા પ્રેમને ભૂલી શક્યા ન હતા.
મળતી માહિતી અનુસાર આત્મહત્યા કરનાર યુવક રાકેશ મજૂરીકામ કરીને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. રાકેશને લગ્ન પહેલા વિલાસ સાથે પ્રેમ હતો. પ્રેમિકાએ અન્યત્ર લગ્ન કરી લેતા રાકેશ પણ પરણી ગયો હતો.
લગ્નના દોઢેક વર્ષ બાદ રાકેશ અને તેની પ્રેમિકા ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લગ્ન બાદ રાકેશ અને વિલાસ બંને તેમના પ્રેમને ભૂલી શક્યા ન હતા. આમ તેમનો પ્રેમ લગ્ન પછી પણ સંપર્ક થતાં પરવાન ચઢ્યો હતો. પણ તેમને લાગ્યું કે તેઓ ફરીથી એક નહીં થઈ શકે તેના લીધે તેઓએ આત્મહત્યા કરી હતી.