Last Updated on by Sampurna Samachar
વલસાડમાં ભાજપે યાદી જાહેર કરતા જ પરિવારવાદનો વિવાદ
ધારાસભ્ય અને મહામંત્રીઓના સગાને ટિકિટ મળતા જૂના જોગીઓ નારાજ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધીછે. જો કે, આ યાદી બહાર પડતાની સાથે જ ભાજપમાં ‘કહીં ખુશી, કહીં ગમ‘ જેવો માહોલ જોવા મળી રહ્યોછે. પક્ષે મોટાભાગના નવા ચહેરાઓને તક આપી હોવાનો દાવો કર્યો છે, પરંતુ બીજી તરફ ટિકિટ વહેંચણીમાંમોટા ગજાના નેતાઓના પરિવારજનોનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

ટિકિટ ફાળવણીમાં સૌથી વધુ ચર્ચા વલસાડના ધારાસભ્ય ભરત પટેલના ભત્રીજા પાર્થ પટેલની થઈ રહી છે, જેમને નાનકવાડા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય, ભાગડાવાડા તાલુકા પંચાયતનીસીટ ઉપર પૂર્વ મહામંત્રી જીતેશ પટેલની પત્ની હેતલ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.
ધરમપુર તાલુકાપંચાયતમાં પણ હાલના મહામંત્રી ગણેશ બિરારીની પત્ની ઉર્મિલા બિરારીને મેદાનમાં ઉતારતા કાર્યકરોમાંગણગણાટ શરૂ થયો છે.
ભાજપ હાઈકમાન્ડના આ ર્નિણયથી અનેક ‘ટિકિટ વાંચ્છુકો‘માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી પક્ષમાટે લોહી–પરસેવો વહાવનારા અનેક જૂના જોગીઓના નામ કાપી નાખવામાં આવતા આગામી દિવસોમાંભાજપમાં આંતરિક ભડકો થવાની પૂરેપૂરી શક્યતા છે. પાયાના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે માત્રનેતાઓના પરિવારજનોને જ પ્રાધાન્ય આપવાનું હોય તો સામાન્ય કાર્યકરની મહેનતનું શું? હવે આ નારાજગીચૂંટણીના પરિણામો પર કેવી અસર કરે છે તે જાેવું રહ્યું.