Last Updated on by Sampurna Samachar
છેલ્લા 10 વર્ષમાં આશરે ૨૩ હજાર ભારતીય કરોડપતિઓએ દેશ છોડ્યો
કોરોના દરમિયાન વધારે લોકોએ દેશ છોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાંથી દર વર્ષે લાખો લોકો તેમની નાગરિકતા છોડી રહ્યા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી હતી કે, છેલ્લા પાંચ વર્ષમાં ૯ લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડી છે. ૨૦૨૨ થી આ સંખ્યા વાર્ષિક ૨ લાખથી વધુ થઈ છે. ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી કુલ ૨૦.૬ લાખ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી છે, જેમાંથી અડધાથી વધુ લોકોએ છેલ્લા ૫ વર્ષમાં ભારત છોડ્યો છે. ભારતીયોએ ખાસ કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન અને પછીનો ભારત છોડી દીધું છે.

પહેલા લગભગ ૧૦ વર્ષો સુધી, દર વર્ષે ૧.૨ લાખથી ૧.૪૫ લાખ લોકોએ તેમની નાગરિકતા છોડતા હતા. કોરોના દરમિયાન, મુસાફરી પ્રતિબંધોને કારણે ૨૦૨૦ માં આ સંખ્યા ઘટીને લગભગ ૮૫,૦૦૦ થઈ ગઈ હતી.
વિદેશમાં સારી તકો માટે નાગરિકત્વ છોડવું પડે
જોકે, કોરોના પછી, તેમાં વધારો થયો હતો, અને ૨૦૨૨ થી, દર વર્ષે ૨ લાખથી વધુ લોકો ભારત છોડી રહ્યા છે. વિદેશ મંત્રાલયેના જણાવ્યું કે, કારણો વ્યક્તિગત છે અને ફક્ત વ્યક્તિને જ ખબર છે. મોટાભાગના લોકો “વ્યક્તિગત સુવિધા” માટે વિદેશી નાગરિકતા મેળવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, જ્ઞાન-આધારિત અર્થતંત્રના યુગમાં ભારત વૈશ્વિક કાર્યસ્થળની સંભાવનાને ઓળખે છે.
એક મુખ્ય કારણ એ છે કે, ભારતમાં બેવડી નાગરિકતાનો નિયમ નથી. નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૯ હેઠળ, જો કોઈ ભારતીય વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરે છે, તો ભારતીય નાગરિકતા આપમેળે રદ થઈ જાય છે.
મતદાન અધિકારો, સામાજિક સુરક્ષા, અનિયંત્રિત નિવાસ, સરકારી નોકરીઓ અને વિદેશમાં લાંબા ગાળાની સ્થિરતા ફક્ત નાગરિકતા દ્વારા જ આપવામાં આવે છે. ભારતનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ વિઝા-મુક્ત મુસાફરી અને કેટલાક આર્થિક અધિકારો આપે છે, પરંતુ મતદાન કરવા અથવા ચૂંટણી લડવા જેવા રાજકીય અધિકારો નહીં.
સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, વિદેશમાં સારી તકો માટે નાગરિકત્વ છોડવું પડે છે, પરંતુ તેમની ભારતીય ઓળખ છોડી દેવી મુશ્કેલ લાગે છે. આ વલણ હવે શ્રીમંત અને સફળ વ્યક્તિઓમાં વધતા વલણને પ્રતિબિંબિત કરે છે.
લેખક સંજય બારુનું પુસ્તક, “સેક્સેશન ઓફ ધ સક્સેસફુલ: ધ ફ્લાઇટ આઉટ ઓફ ન્યૂ ઈન્ડિયા,” આને સ્થળાંતરની ચોથી લહેર કહે છે. આમાં શ્રીમંત, હાઈ નેટવર્થ વ્યક્તિઓ અને પ્રભાવશાળી લોકોના બાળકોનો સમાવેશ થાય છે. મોર્ગન સ્ટેનલીના ડેટા અનુસાર, ૨૦૧૪ થી અત્યાર સુધી આશરે ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ દેશ છોડી દીધો છે.
ભારતીય નાગરિકો મોટે ભાગે તેમની ઓળખ છોડીને યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. આ દેશોના પાસપોર્ટ વધુ આકર્ષક છે અને વધુ તકો પ્રદાન કરે છે. ૧૯૭૦ના દાયકાથી ભારતમાં બ્રેઈન ડ્રેનનો અનુભવ થઈ રહ્યો છે, અને ૨૦૨૦ ના દાયકામાં તે વધુ તીવ્ર બન્યું છે. સરકાર કહે છે કે, લોકો અંગત કારણોસર વિદેશ જાય છે.