Last Updated on by Sampurna Samachar
સરકારી ખર્ચ અને શહેરી વપરાશમાં સુધારાને કારણે શક્ય બન્યું
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જાહેર કર્યો ડેટા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષે ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY25) માં ભારતના અર્થતંત્રે ૬.૨% વૃદ્ધિ નોંધાવી છે. આ અગાઉના ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)ના ૫.૬% કરતાં વધુ સારું છે. અર્થશાસ્ત્રીઓ અને ડી-સ્ટ્રીટ નિષ્ણાતોએ પણ Q3 GDP વૃદ્ધિ ૬.૨-૬.૩%ની વચ્ચે રહેવાનો અંદાજ મૂક્યો હતો, જે સરકારી ખર્ચ અને શહેરી વપરાશમાં સુધારાને કારણે શક્ય બન્યું હતું.
આંકડાઓ શું કહે છે?
Q3FY25 GDP વૃદ્ધિઃ ૬.૨% (અગાઉના ક્વાર્ટરમાં ૫.૬%)
ગયા વર્ષના સમાન ત્રિમાસિક (Q3FY24) : ૯.૫% વૃદ્ધિ
૨૦૨૪-૨૫ માટે GDP વૃદ્ધિનું અનુમાનઃ ૬.૫%
૨૦૨૩-૨૪ માટે સુધારેલ GDP વૃદ્ધિઃ ૯.૨% (અગાઉ અંદાજિત ૮.૨%)
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ ૨૮ ફેબ્રુઆરીએ આ ડેટા જાહેર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૨૫માં બહાર પાડવામાં આવેલા તેના પ્રથમ અંદાજમાં, NSO એ વર્ષ ૨૦૨૪-૨૫ માટે GDP વૃદ્ધિ ૬.૪% રહેવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ હવે તેને વધારીને ૬.૫% કરવામાં આવ્યો છે.
સેવા ક્ષેત્ર જે ભારતના GDP નો મુખ્ય ભાગ
આ ગ્રોથની વાત કરીએ તો સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કર્યું છે. તેમજ શહેરી વિસ્તારોમાં લોકોની ખરીદ અને ખર્ચ શક્તિમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત સેવા ક્ષેત્ર, જે ભારતના GDP નો મુખ્ય ભાગ છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે. જેના કારણે GDP વૃદ્ધિ જોઈ શકાય છે.
આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે ભારતની અર્થવ્યવસ્થા ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. વૈશ્વિક મંદી અને ફુગાવા છતાં વિકાસ દર ગયા વર્ષની સરખામણીએ ઓછો હોવા છતાં તે હકારાત્મક સંકેત છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે GDP વૃદ્ધિ ૬.૫% રહેવાનો અંદાજ મૂક્યો છે. જો સરકારની નીતિઓ યોગ્ય દિશામાં કામ કરે અને વૈશ્વિક સ્થિતિ સ્થિર રહે તો ભારતની અર્થવ્યવસ્થા વધુ ઝડપથી આગળ વધી શકે છે.